૮ ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે
૧૫ ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે, ૨૭ ફેબ્રુઆરી એ ચૂંટણી
ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોને લઈને ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરીને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસ પાસે ગુજરાત વિધાનસભામાં પુરતુ સંખ્યાબળ જ નથી. જેને કારણે સ્થિતિ એવી સર્જાઈ શકે છેકે, ગુજરાતની ૪ બેઠકો પર ભાજપ બિનહરીફ જ જીત હાંસલ કરી લે. મહત્ત્વનું છેકે, આવતી કાલે ૮ ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની ચૂંટણી માટે પૂરતા સંખ્યાબળના અભાવને કારણે કોંગ્રેસ પહેલાંથી જ આઉટ. મુકાબલા પહેલાં જ કોંગ્રેસે મુકી દેવા પડ્યાં છે હથિયાર. વિધાનસભામાં પૂરતા સંખ્યાબળના અભાવને કારણે ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે એકપણ ઉમેદવાર નહિ ઊભા રાખવા ર્નિણય કર્યો છે. કારણકે, કોંગ્રેસ ધારે તો આ ચૂંટણી જીતી શકે તેમ નથી. એટલું જ નહીં કોંગ્રેસને પોતાને ખબર છેકે, એ પ્રકારે આ ચૂંટણીમાં તેમના માટે માત્ર ઔપચારિક જ બની રહેવાની છે. કારણકે, તેમની પાસે ઉમેદવાર ઉભા રાખવા માટે વિધાનસભામાં પુરતું સંખ્યાબળ જ નથી. પૂરતા સંખ્યાબળના અભાવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ વન સાઈડ જ રહેવાની પુરી સંભાવના. આવતીકાલે ૮ ફેબ્રુઆરીના રોજ આ ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જરૂર જણાશે તો ૨૭ ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાશે. ૮ ફેબ્રુઆરી આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઉલ્લેખનીય છેકે, એક તરફ ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપની જીત લગભગ નક્કી જ માનવામાં આવે છે. તેમ છતાં આ બેઠકો પર કયા મુરતિયાઓને મોકો મળશે એ નામો હજુ કોઈ જાણતું નથી. ખુદ ગુજરાત પ્રદેશ ભાજપની ટીમ કે તેના મુખિયા પાસે પણ આ નામો નથી. સૌ કોઈના મનમાં એક જ સવાલ છેકે, રાજ્યસભાની મોભાદાર ૪ જગ્યાઓમાં ભાજપ કોના શિરે સાફો બાંધશે? જેને પણ આ ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી કરવાનો મોકો મળશે તે ખુબ જ સરળતાથી રાજ્યસભામાં સાંસદ બનીને ૬ વર્ષ સુધી આ મોભો ભોગવી શકશે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more