કેન્દ્ર સરકારના ૯ વર્ષના પરીપ્રેક્ષ્યમાં અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના કમલમ ખાતેથી ભાજપે જનસંપર્ક યાત્રા શરુ કરી છે. ભાજપ દ્વારા જનસંપર્કથી જનસમર્થન સ્લોગન સાથે મીસકોલ મારો અને ભાજપમાં જોડાઓ કેમ્પેઈન શરુ કરવામાં આવ્યુ છે. આ માટે ભાજપ દ્વારા ગાડી તૈયાર કરવામાં આવી છે.બક્ષીપંચ મોરચા દ્વારા એક કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યુ છે.
૨૬ લોકસભા પ્રમાણે ૨૬ ગાડીઓને ગાંધીનગરના કમલમ ખાતેથી સી આર પાટીલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. જે પછી યાત્રા સાત દિવસમાં અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરશે. આ ગાડીઓ વિવિધ વિસ્તારમાં ફરી લોકો સુધી ઘરે ઘરે મોદી સરકારની કામગીરી અને યોજનાઓ પહોંચાડાશે.૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા ગ્રાઉન્ડ મજબૂત કરવા ભાજપ એક્ટિવ છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ માંથી ૨૬ બેઠકો ફરી એકવાર જીતવા ભાજપ સક્રિય છે. ઘર ઘર સંપર્ક માટે ભાજપ દ્વારા રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ હજારો કાર્યકરોને ગ્રાઉન્ડમાં સંપર્ક માટે ઉતારશે. ૫૧,૯૩૧ કાર્યકરો ગ્રાઉન્ડમાં જવા માટે ભાજપે રણનીતિ તૈયાર કરી છે. ૫૧,૯૩૧ વિસ્તારકો ૧૮૨ વિધાનસભામાં પ્રવાસ ખેડશે. તો ૨૫,૨૬ અને ૨૭ જૂને વિસ્તારકો ગ્રાઉન્ડમાં જશે. ૨૦૧૯માં ભાજપે આપેલા મેનિફેસ્ટો મુજબના થયેલા કામો અંગે પ્રચાર કરશે. વિસ્તારકો ભાજપના ૯ વર્ષમાં થયેલા કાર્યોના રિપોર્ટની પત્રિકા વહેંચશે.