અમદાવાદ : પ્રદેશ ભાજપા મીડિયા સેલની અખબારી યાદી જણાવે છે કે, ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી સાંસદ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તેમજ ઝોનના પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકોમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને જીલ્લાના પદાધિકારીઓ અને આગેવાનોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ. મારુ બૂથ મજબૂત બૂથ સુત્રને ધ્યાનમાં લઇને બૂથની વ્યવસ્થા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી બૂથમાં દરેક મતદારને આપવામાં આવે તે અંગે જરૂરી વ્યવસ્થાની માહિતી આપવામાં આવી હતી.
સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, છોટાઉદેપુર, બારડોલી, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ અને પોરબંદર લોકસભા સીટસઃ બેઠકોમાં પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા આગામી ચૂંટણીમાં આ બેઠકોને ભારે બહુમતીથી ચૂંટી લાવવાનો ભરોસો આપવામાં આવ્યો હતો અને તે માટે જરૂરી પ્રચાર અને વ્યવસ્થા ગોઠવવાની ખાતરી પણ આપવામાં આવી છે. આ બેઠકો દરમ્યાન આગેવાનોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.