લાંબા સમય બાદ બિટકોઇન કેસમાં વધુ બેની ધરપકડ થઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર બિટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ લાંબા સમય બાદ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. બિટકોઇન કેસની તપાસમાં ખુલેલી વિગતોના આધારે સુરત સીઆઇડી ક્રાઇમે ફરિયાદી શૈલેષ ભટ્ટના સાગરિત એવા આરોપી જે.કે.રાજપૂત અને હિતેશ જાટાસણની ધરપકડ કરી હતી. તપાસનીશ એજન્સીએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના છ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી-૨૦૧૮થી ગુજરાત સીઆઈડી ક્રાઈમમાં નોંધાયેલી બિકોઇનની ફરિયાદમાં અનેક આંટીઘુટી ઉભી થવા પામી હતી, સૌથી પહેલા સીઆઈડીમાં ફરિયાદ આપનાર શૈલેષ ભટ્ટ સામે પણ બીજી ફરિયાદ નોંધાઈ હતી

ત્યારબાદ સુરતના હજારો લોકોને બિકોઇનમાં રોકાણ કરાવી રફ્‌ફુચક્કર થઈ ગયેલા દિવ્યેશ દરજી અને ધવલ માવાણી સામે પણ ત્રીજી ફરિયાદ નોંધાઈ હતી, આમ એક કેસનો ફરિયાદી બીજી કેસમાં આરોપી થઈ ગયો હતો. મે મહિનામાં શૈલેષ ભટ્ટ સામે ધવણ માવાણી પાસેથી ૧૫૦ કરોડના બિટકોઇન લૂંટી લેવાની ફરિયાદ નોંધાઈ હતી. ચકચારભર્યા આ કેસમાં શૈલૈષ ભટ્ટના છ કરતા વધુ સાગરીતોની સીઆઈડી ક્રાઇમ ધરપકડ કરી ચુકી છે. ગઇકાલે સુરત સીઆઈડી દ્વારા શૈલેષ ભટ્ટના વધુ બે સાગરિતો જે. કે. રાજપુત અને હિતેશ જોટાસણની ધરપકડ કરી હતી. આ બંન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરી સીઆઈડી ક્રાઇમે છ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. સીઆઈડી દ્વારા રિમાન્ડની માગણી કરતા કોર્ટને જણાવ્યુ હતું કે આ આરોપીઓ અને શૈલેષ ભટ્ટે ૧૫૦ કરોડ લૂંટયા હતા જેમાં રાજપુત અને હિતેશ પાસેથી પાંચ કરોડ વસુલ કરવાના છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે અને

નાસતા ફરતા આરોપીઓ સહિતની વિગતો પકડાયેલા આરોપીઓ પાસેથી માહિતી મેળવવાની છે. તપાસનીશ એજન્સીની રજૂઆત બાદ કોર્ટે બંને આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તાજેતરમાં હાઈકોર્ટે બિટકોઇન કેસમાં કિરીટ પાલડીયાને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે. આ કેસમાં જામીન મેળવનાર કિરીટ પાલડિયા સૌથી પહેલો આરોપી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અમરેલીના એસપી જગદીશ પટેલ ઈન્સપેકટર અનંત પટેલ અને પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા સહિતના આરોપીઓ પણ જેલમાં છે.

Share This Article