પાસપોર્ટ સહીતની બેગ ચોરાયા બાદ પણ યાત્રા અવિરત

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

સુરત : ત્રણ ખંડના ૨૫દેશોના ઐતહાસિક પ્રવાસે નીકળેલી સુરતની બાઈકિંગ કવીન્સના મહત્વના એક સાથી જીનલ શાહના પાસપોર્ટ સાથેના અગત્યના તમામ દસ્તાવેજો સાથેની બેગ રશીયામાં ચોરાઈ ગઈ હતી. દસ્તાવેજો ગુમ થયા પછી ત્યાંની પોલીસ અને ભારતીય એલચી કચેરીની સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. સાથે જીનલ શાહના બીજા પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ભારતીય એલચી કચેરીએ તુરંત શરુ કરી દીધી હતી.

નવા પાસપોર્ટની રાહ જોઈને જીનલ શાહ એમના પરિવારની સંમતિથી મોસ્કોમાં એક પારિવારિક મિત્રને ઘરે રોકાયા હતા. રશિયાની સરહદથી નીકળતી વખતે જયારે ખ્યાલ આવ્યો કે જીનલ શાહના પાસપોર્ટ સહીતના દસ્તાવેજો ચોરાઈ ગયા છે ત્યારે રાત્રે એની શોધખોળ આખી ટિમ એ આરંભી હતી સાથે જ સંબધિત તંત્રને પણ જણાવ્યું હતું. રશિયાના કાયદા અને ભારતીય એલચી કચેરીના સૂચન મુજબ જીનલ શાહને મોસ્કો મોકલવામાં આવી હતી. એ માટે એલચી કચેરી એ એક વાહનની સુવિધા આપી હતી સાથે જ બાઈકિંગ કવીન્સની બેક-અપ ટીમના સભ્ય હની દેસાઈ મોસ્કો સુધી સાથે ગયા હતા અને બીજા એમ્બેસીમાં પણ સાથે હતા. મોસ્કોમાં ચાલતી આ પ્રક્રિયા દરમિયાન બાઈકિંગ કવીન્સ રશિયાના સરહદ ઉપ બે દિવસ માટે પોતાની યાત્રા થંભાવી ને રોકાઈ હતી. સાથે જ એમના રશિયાના વિસા પણ પુરા થતા હોય બાકીના સભ્યો એ આગળ વધવું આવશ્યક હતું. જીનલ શાહની પુરી સંમતિ સાથે બાઈકિંગ કવીન્સ એ યાત્રા આગળ વધારી હતી અને જીનલ શાહ મોસ્કોમાં રોકાયા હતા.

બાઈકિંગ કવીન્સની આગળ વધતી યાત્રા દરમિયાન જીનલ શાહના પાસોપોર્ટ અને વિસાની તમામ પ્રક્રિયામાં ડો.સારિકા મેહતા સંપર્ક અને સંકલનમાં હતા. રશિયામાં આવેલી ભારતીય એમ્બેસી એ એમને શક્ય એટલી તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયામાં પૂરતો સહયોગ આપ્યો હતો. હવે જે સ્થિતિ નિર્માણ થઇ છે એમાં જીનલ શાહએ પરત ભારત આવવું પડી રહ્યું છે, એક સાથીને યાત્રાની અધવચ્ચે જવાનું અમને બહુ દુઃખ છે. અમારા પ્રયત્નો હજી પણ ચાલુ જ છે કે અમારી યાત્રાના અંતિમ તબક્કે જીનલ શાહ અમારી સાથે જોડાઈ જાય.

આ અમારા સૌ માટે બહુ પીડાદાયક છે કે અમે અમારી યાત્રામાં એક સાથી વિના આગળ વધી રહ્યા છીએ. કાયદો અને નિયમ પાળવું અમારા માટે જરૂરી છે. રશિયામાં બનેલી કમનસીબ ઘટના અને વિસા-પાસપોર્ટના નિયમોના કારણે આ બન્યું છે. અમે રશિયન એમ્બેસી સાથે રહીને શક્ય તમામ પ્રયત્નો કર્યા છે એટલે જીનલને નવો પાસપોર્ટ મળ્યો છે પણ યુરોપના દેશોના વીસા ના હોવાથી એ અમારી સાથે જોડાઈ નથી શકી પણ એ અંતિમ તબક્કામાં અમારી સાથે જોડાશે એવી અમને આશા છે.

Share This Article