હાલમાં અમદાવાદ ખાતે રહેતા મૂળ જામનગરના બાઇકર યુવાન સયુજ્ય ગોકાણી નાનપણથી બાઇકનો શોખ ધરાવે છે. સયુજ્ય ગોકાણી પોતાના અભ્યાસની સાથોસાથ બાઇક રાઇડિંગનો શોખ પણ પુરો કરી રહ્યો છે. અત્યાર સુધી કુલ ૫૪ નાની-મોટી રાઇડ કરી ચૂક્યો છે. જયારે પણ સમય મળે ત્યારે સયુજ્ય બાઇક લઇની નીકળી પડે છે અને બાઇક સવારીની મજા માણે છે. બાઇક રાઇડીંગ દરમ્યાન તે લોકોને ટ્રાફિક વિશે જાગૃતતા ફેલાવવા લોકો સાથે વાતચીત કરી જરૂરી સમજ પણ આપતો રહે છે.
વર્તમાન સમયમાં જીવનશૈલી ખૂબ જ ભાગદોડ વાળી બની રહી છે, લોકો પાસે પોતાના શોખ પુરા કરવા માટે પણ સમયનો અભાવ જાણાય છે, પરંતુ સયુજ્ય જેવા યુવાનો પોતાના શોખને મજા માણવા માટે યોગ્ય સમય કાઢી લે છે. મૂળ જામનાગર અને હાલમાં અમદાવાદ ખાતે રહેતો ૨૨ વર્ષનો સયુજ્ય નાનપણથી જ બાઇક પ્રત્યે લગાવ ધરાવે છે, તેના આ લગાવને કારણે તે પોતાને બાઇક રાઇડર તરીકે ઓળખ આપી ચૂક્યો છે. સંયુજયે ખબરપત્રી ડોટકોમ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારના સમયમાં લોકોની જીવનશૈલી ખુબ જ ભાગદોડ વાળી બની ગઇ છે. લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ જીંદગીનો આનંદ લેવાનો જાણે ભુલી ગયા છે. હું અભ્યાસની સાથોસાથ મારા બાઇક રાઇડીંગનો શોખ પુરો કરૂ છું.
સયુજય અમદાવાદથી રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં ગ્રુપ સાથે બાઇક સવારી કરે છે. તે વિદેશી અને ભારતીય બાઇક કલબ સાથે પણ સક્રિય રીતે જોડાયેલો છે. તેની પાસે બાઇક છે જેમાં યુરોપનું શ્રેષ્ઠ તેવું રેસીંગ બાઇક કેટીએમ- આરસી ૨૦૦ અને રોયલ અનફીલની હીમાલિયા બાઇક પણ છે. તેણે કહ્યું હતું કે મોટાભાગે તે ગ્રુપ રાઇડીંગ કરે છે. તેનો હેતુ લોકોને બાઇક રાઇડીંગની મજા વિશે જણાવવાની છે. તે કહે છે કે શનિ- રવિના રજાના દિવસોમાં કાર લઇને બહાર હરવા-ફરવા જતાં હોય છે તેના બદલે જો તેઓ બાઇક રાઇડીંગ કરે તો એક અલગ જ અનુભવ થશે. બાઇક રાઇડીંગ માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે. બાઇક રાઇડીંગ દરમ્યાન હેલમેટ, હાથના મોજાં, રાઇડીંગ ઝેકેટ વગેરે હોવું જરૂરી છે. જો તમે ગ્રુપ રાઇડીંગ કરતા હોવ ત્યારે હેલ્મેટમાં બ્લુટુથ હોવું જરૂરી છે જેના કારણે ગ્રુપ મેમ્બર સાથે વાતચીત કરી શકો.
સયુજ્ય એ અત્યાર સુધીમાં અમદાવાદથી પોલો ફોરેસ્ટ, મહુડી, સિન્દ્રોડ ડેમ, ઇડર અંબોડા વગેરેમાં ઓનરોડ-ઓફરોડ બાઇક રાઇડીંગ કરી છે. આ ઉપરાંત રાજકોટમાં ગરીબ બાળકો માટે બાઇક રેલી પણ કરી છે. આ ઉપરાંત સેફટી વીક રેલી, ડોન ડ્રીંક એંડ ડ્રાઇવ વગેરે જેવી જાગૃતિ રેલી પણ કરી ચૂક્યો છે. તેની હવે પછીની રાઇડ કિલ્લેશ્વર અને ખીરસરા પેલેસ હશે. નાનપણથી જ બાઇક રાઇડીંગના દીવાના એવા આ યુવાનને બાઇક રાઇડીંગની પ્રેરણા તેના પિતા પાસેથી મળી હતી.
સયુજ્યના પિતા સંજયભાઇ ગોકાણી વિન્ટેજ કાર અને બાઇકનો શોખ ધરાવે છે અને તેઓ વિન્ટેજ કારનું કલેકશન પણ ધરાવે છે. સયુજયનું પોતાનું પણ એક રાઇડર ગ્રુપ છે જેનું નામ જામનગર રાઇડર ગ્રુપ છે. અને તેમાં કુલ પાંચ સભ્યો છે. ગ્રુપના પણ કેટલાક નિયમો છે જેમાં સેફટી એટલે કે જરૂરી સાધનો જેમ કે, હેલમેટ રાઇડીંગ જેકેટ વગર આવનાર અને સ્પીડ મેન્ટેઇન ન કરનાર બાઇક ચાલકને ગ્રુપમાંથી દૂર કરવામાં આવે છે. ભવિષ્યમાં તેણે પોતાની બાઇક કલબ બનાવવાની યોજના છે. આ યુવાને વિશ્વના શ્રેષ્ઠ સુપર બાઇક એવા એમવી ઓગટા દુકાટી ૯૫૯, દુકાટી ડીવેલ, સુઝુકી હાયાબુઝા, બેનેલી ૬૦૦ આઇ વગેરે જેવી સુપર બાઇકની સવારી માણી છે. તેણે અન્ય લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, બાઇક ચલાવતા સમયે સેફટી ખુબ જ જરૂરી છે. બાઇક ચલાવતા સમયે સેફટી ખુબ જ જરૂરી છે. બાઇક ચલાવતા સમયે ખાસ કરીને હેન્ડસ્ફ્રી દ્વારા ગીતો સાંભળવા ન જોઇએ.