ભાવનગર
ભાવનગર મહાપાલિકાની કચેરીએ રાજકીય દાવપેચ વચ્ચે ૪૦ વર્ષ પૂર્ણ કર્યા છે અને ૪૧ વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભાવનગર મહાપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે તમામ નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીને મોં મીઠું કરાવી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો પૂર્વ ભાવનગર રાજ્ય તરીકે ઓળખાતુ હતું અને ત્યારબાદ ઈ.સ.૧૮૭૨ની ૬ એપ્રિલથી ભાવનગર નગરપાલિકાની સ્થાપના થઈ હતી. સને ૧૯૬૩થી પંચાયતીરાજ અમલમાં આવ્યુ તે પહેલા ભાવનગર જિલ્લામાં ભાવનગર, બોટાદ, ગઢડા, ગારિયાધાર, સાવરકુંડલા, મહુવા, પાલિતાણા, પાળીયાદ, સિહોર, તળાજા, ઉમરાળા અને વલભીપુર એમ કુલ ૧૨ નગરપાલિકાઓ સાથે જાેડાયેલી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે ૧૦ હજારથી નીચેની વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત અને ૧૦ હજારથી ૩૦ હજાર વસ્તી ઘરાવનાર શહેરમાં નગરપાલિકાની રચના કરવાની ભલામણનો સ્વીકાર કર્યો હતો. તેથી જિલ્લામાં નગરપાલિકાની સંખ્યા ૧૨ થી ઘટીને ૫ થઈ હતી, જેમાં ભાવનગર, બોટાદ, મહુવા, પાલીતાણા અને સાવરકુંડલા વગેરેનો સમાવેશ થતો હતો. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ બંને એ શાસન કર્યું છે, જાેકે, તેમ છતાં હજુ પણ ભાવનગરનો જેવો વિકાસ થયો જાેઈ તેવો થયો નથી, હજી ભાવનગરનો વિકાસ થવાનો ઘણો બાકી છે હવે ક્યારે વિકાસ થશે તેની રાહ જિલ્લાવાસીઓ જાેઈ રહ્યા છે.ભાવનગર મહાનગરપાલિકાનો આજે સ્થાપના દિવસ છે. મહાનગરપાલિકા આજે ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવશે કર્યો છે. મહાનગરપાલિકાના સ્થાપના દિવસની મોં મીઠું કરાવી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના ગત ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૨ના રોજ થઈ હતી. આજે ૧૪ ફેબ્રુઆરીને સોમવારના રોજ ભાવનગર મહાનગરપાલિકાની ૪૧ મો સ્થાપના દિવસ છે. છેલ્લા ચાર દાયકા દરમિયાન ભાવનગરવાસીઓએ ઘણા ઉતાર ચડાવ જાેયા છે, જેમાં ભાવનગરમાં અત્યાર સુધીમાં ૨૦ મેયર તથા ૩૨ કમિશ્નર બદલાયા છે. ભાવનગરમાં ૧૩ વોર્ડ આવેલા છે જેમાં હાલ ભાજપનું શાસન છે.