અમદાવાદના ભાર્ગવ થાનકે GATE માં પુરે પુરા 1000 માર્ક મેળવ્યા !!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
Khabarpatri

માત્ર વિસ વર્ષના અને કોમ્પ્યુટર સાયન્સમાં ભણતા વિદ્યાર્થી ભાર્ગવ થાનકે Graduate Aptitude Test in Engineering (GATE)ની પરીક્ષામાં 1000માંથી 1000 માર્ક લાવી અને અમદાવાદમાં ડંકો વગાડી દીધો હતો. તેનો ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ ક્રમાંક 4 હોવા થી તે ધારે તે કોલેજ માં દાખલો લઇ શકે છે. પરંતુ તેને આગળ ના અભ્યાસક્રમ માટે IISc. બેંગ્લુરુ પર પસંદગી ઉતારી છે.

અમદાવાદનો વિદ્યાર્થી ભાર્ગવ જેને ફ્રી સમાય માં જોન ડેન્વરના ગીતો સાંભળવા ખુબ ગમે છે, તેને પોતાની આ સફળતાનો શ્રેય પોતાના માતા પિતા, કોલેજના ક્ષિક્ષક તથા ખુબજ ઉત્તમ એવા I.C.E ના પ્રાધ્યાપકોને આપ્યો હતો. જયારે તેને પોતાની સફળતાનો મંત્ર આપવા જણાવ્યું ત્યારે તેમને કહ્યું હતું કે ” 2016 માં પરીક્ષા આપ્યા બાદ મેં મારા ગમતા વિષયની મારી તૈયારી શરુ કરી દીધી હતી, તેને ત્યારબાદ પાછળ ના વર્ષોના પેપર પાર સોલ્વ કરી લીધા હતા અને અન્ય સાધનો માં  રેફ્રન્સ બુક તથા નોટ્સ નો ઉપયોગ કર્યો હતો.”.

આ વખતની પરીક્ષા IIT ગુવાહાટી દ્વારા Ministry of Human Resources Development, Government of India  થકી આયોજવામાં આવી હતી જેમાં લગભગ 8.5 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Share This Article