અધિકમાસ નિમિત્તે મણિનગર સ્થિત શારદાબેન વાડીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે. 7 જૂન 2018ના રોજ સપ્તાહનો પ્રથમ દિવસ હતો. આ ભાગવત સપ્તાહ 7 જૂનથી 13 જૂન સુધી ચાલશે. સપ્તાહના પ્રથમ દિવસે પોથીયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ભક્તજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. યજમાન ગીરીશભાઇ અમૃતલાલ શાહ તેમના પરિવાર સાથે સપ્તાહમાં જોડાયા હતા.
વ્યાસપીઠ પર ભૂપેન્દ્રભાઇ દવે બિરાજ્યા હતા. ભાગવત સપ્તાહ અંતર્ગત બાળકો દ્વારા નવા નવા અવતાર ભજવવામાં આવે છે. એક દિવસ કૃષ્ણ અવતાર હોય છે, તો બીજા દિવસે વામન અવતાર. આમ બાળકોને દરેક અવતાર વિષે જાણકારી આપવામાં આવે છે. સામાન્ય રીતે નાના ભૂલાઓને ધર્મનું જ્ઞાન આપવું અઘરુ થઇ પડતું હોય છે, પરંતુ આ સપ્તાહના ભાગરુપે બાળકોને ધર્મના જ્ઞાન સાથે સમજણ પાડવામાં આવે છે.