શીલજમાં શ્રીમદ ભાગવત ગીતા કથા સપ્તાહનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીમદ ભાગવત ગીતાને પરમ પિતા પરમાત્માનું સાક્ષાત શબ્દ સ્વરૂપ માનવામાં આવે છે. આ ધરતી ઉપર માનવ હૃદયમાં ભાગવત ધર્મની સ્થાપના માટે શ્રીમદ ભાગવત ગીતાનું સર્જન થયું છે. પરમબ્રહ્મ સ્વરૂપ શ્રીકૃષ્ણના મુખેથી નીકળેલી શ્રીમદ ભાગવત ગીતાનું જ્ઞાન માનવજીવ ને જન્મો-જન્મના ફેરામાંથી મુક્તિ અપાવે છે. શ્રીકૃષ્ણકાલી પીઠાધિશ્વર ડો. કેશવાચાર્ય જી મહારાજ (ગુરુજી)ની રસમય મધુરી વાણીમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન અમદાવાદ શહેરમાં પ્રથમ કરવામાં આવ્યું છે.

આ શ્રીમદ ભાગવત ગીતાનો લાભ આપ સર્વને આપવા માટે શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી સ્વી. શ્રીમતી સુમન અગ્રવાલની પુણ્યસ્મૃતિમાં તારીખ 16મી ડિસેમ્બરથી 22મી ડિસેમ્બર, 2018 દરમિયાન ભાગવત કથા સપ્તાહનું આયોજન 3- કનકધારા બંગલોઝ, કલ્હાર બંગલોની સામે, શીજલ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત સ્થળે દરરોજ બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી કથા પાયારણ થશે.

તારીખ 16મી ડિસેમ્બર રવિવારના રોજ બપોરે 1 વાગ્યે શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ વિશેષ મંગલ ઉત્સવ ઉજવાશે. જેમાં બાર અવતાર, સતિપ્રસંગ, નૃસિંહ અવતાર, રામ-જન્મ અને વિવાહ, કૃષ્ણ જન્મોષ્ટસ્વ, નન્દ મહોત્સવ, ગોવર્ધન પૂજન, છપ્પન ભોગ, ડાંડિયા રાસ-ગરબા, કંસ વધ, રુકમણી વિવાદ, સુદામા ચરિત્ર કથા જેવા ઉત્સવો ઉજવાશે. શ્રીમદ ભાગવત સપ્તાહના છેલ્લાં દિવસ 22મી ડિસેમ્બર, 2018ના રોજ બપોરે બે  થી 7 વાગ્યા સુધી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથા સપ્તાહમાં પધારીને જીવનને ધન્ય બનાવવા માટે આપ સર્વને સાદર આમંત્રણ છે.

Share This Article