ભારતમાં કારોના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી ગ્રાહક પોતાની પસંદગીની કાર પસંદ કરી શકે છે. જોકે, કેટલીક એવી કારો પણ છે જેના પર ગ્રાહકો આંખ બંધ કરીને ભરોસો કરે છે. આ કારો તેમની વિશ્વસનીયતા, ઓછી મેન્ટેનન્સ કિંમત, મજબૂત બિલ્ડ ક્વાલિટી અને ઉત્તમ માઈલેજ માટે જાણીતી છે. આજે આપણે એવી કેટલીક લોકપ્રિય કારોની વિગતવાર માહિતી જાણીએ.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ
આ હેચબેક કાર 22–25 કિમી પ્રતિ લીટર (પેટ્રોલ/CNG) માઈલેજ આપે છે. તેની કોમ્પેક્ટ સાઇઝ તેને ખાસ બનાવે છે, જેના કારણે શહેરમાં ડ્રાઇવ કરવી ખૂબ સરળ બને છે. કારમાં 6 એરબેગ્સ, ABS, ESP જેવા મજબૂત સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
તેના મેન્ટેનન્સ પર પણ વધારે ખર્ચ આવતો નથી, એટલે આ કાર સામાન્ય લોકો માટે એક બેસ્ટ ઓપ્શન છે.
ટોયોટા ઇનોવા ક્રિસ્ટા
આ 7–8 સીટર MPV મોટી ફેમિલી માટે એક પરફેક્ટ કાર માનવામાં આવે છે, સાથે જ કમર્શિયલ ઉપયોગ માટે પણ લોકપ્રિય છે.
તેનું હાઈબ્રિડ વર્ઝન 20+ કિમી/લીટર માઈલેજ આપે છે. કારમાં 7 એરબેગ્સ, VSC (વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ) જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે મુસાફરીને વધુ સુરક્ષિત બનાવે છે.
હ્યુન્ડાઇ ક્રેટા
આ એક મિડ-સાઇઝ SUV છે, જેનું પ્રીમિયમ ઇન્ટીરિયર તેનું સૌથી મોટું આકર્ષણ છે. આ SUV 16–20 કિમી પ્રતિ લીટર માઈલેજ આપે છે અને તેમાં ટર્બો પેટ્રોલ તથા ડીઝલ બંને એન્જિન વિકલ્પ ઉપલબ્ધ છે. સેફ્ટી ફીચર્સમાં ADAS લેવલ 2, 6 એરબેગ્સ, 360° કેમેરા જેવા ફીચર્સ છે. કમ્ફર્ટ માટે કારમાં વેન્ટિલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે.
ટાટા નેક્સન
ભારતમાં ટાટા નેક્સન ખૂબ લોકપ્રિય નામ બની ગયું છે. આ એક સબ-કોમ્પેક્ટ SUV છે, જેને Global NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળી છે. તેની માઈલેજ 17–24 કિમી પ્રતિ લીટર છે અને તે પેટ્રોલ, CNG અને EV ત્રણેય વિકલ્પોમાં ઉપલબ્ધ છે. સેફ્ટી માટે કારમાં 6 એરબેગ્સ, ESP, હિલ હોળ્ડ, TPMS જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.