લીંબુના અનેક ફાયદા અને સાવધાની

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

લીંબુ આરોગ્ય માટે ખુબ ઉપયોગી રહે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીટ્યુમર ગુણ હોવાની સાથે સાથે વિટામિન સી અને ખનિજ તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે. સરદી ગરમી હોવાની સ્થિતીમાં નાક બંધ થઇ જાય ત્યારે પણ લીંબુ અસરકારક સાબિત થાય છે. તેનો પ્રયોગ તાવ, હાર્ટની તકલીફ અને લિવરની સમસ્યામાં કરવામાં આવે છે. હાઇ બ્લડ પ્રેશરમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે શીતની અસરને ઓછી કરે છે. તેમાં ૨૨ પ્રકારના એન્ટી બેક્ટીરિયલ તત્વો હોય છે. તેમાં કુદરતી એન્ટી સેપ્ટિક ગુણ હોય છે. જે સ્કીન સાથે સંબંધિત બિમારીને રોકવામાં મદદ કરે છે.

મધમાખી કરડી જવાની સ્થિતીમાં લીંબુના રસને લગાવવાથી તેના ઝેરની અસરને દુર કરે છે. વિટામિન સી શ્વાસ સંબંધિત બાબતો પણ અસરકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ મલેરિયામાં પણ અસરકારક સાબિત થાય છે. લીંબુની ચા પીવાથી ગળાના ઇન્ફેક્સનને દુર કરી શકાય છે. તમામ લોકો જાણે છે કે લીંબુમાં સિટ્રિક એસિડનુ પ્રમાણ ખુબ વધારે હોય છે. આના વધારે પ્રમાણમાં ઉપયોગથી દાંતને નુકસાન થઇ શકે છે. જે લોકોને એલર્જી રહે છે તે લોકોને લીંબુના ઉપયોગ કરવો જાઇએ નહીં. લીંબુ પાણી વધારે પ્રમાણમાં પિવાથી છાતીમાં દુખાવો અને બળતરા થઇ શકે છે. આનો વધારે ઉપયોગ અસ્થમામાં નુકસાનકારક સાબિત થાય છે.અનેક અભ્યાસમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે લીંબુ ખૂબ જ ઉપયોગી છે અને તેના લાભ પણ ખૂબ જ જંગી છે. હવે એક નવા અભ્યાસમાં પણ આ બાબતને સમર્થન મળી ગયું છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે લીંબુમાં વિટામીન સીના પૂરતા પ્રમાણ રહેલા છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. લીંબુથી પાચન વ્યવસ્થામાં સુધારો થાય છે. સાથે સાથે પાચન શક્તિને સ્વસ્થ બનાવવામાં પણ લીંબુની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લીંબુમાં રોગપ્રતિકારક શક્તિનું પણ પ્રમાણ ખૂબ વધારે હોય છે જેથી ઇન્ફેક્શનની તકો પણ ઘટી જાય છે. લીંબુમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીવાયરલ તત્વો પણ રહેલા હોય છે જેના લીધે ફ્લુ અને શરદી ગરમી જેવી તકલીફથી પણ રાહત મેળવવામાં લીંબુની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

લેમન જ્યુસ પીવાની સલાહ તબીબો દ્વારા અભ્યાસના ભાગરૂપે આપવામાં આવી છે. લોહીને સ્વસ્થ બનાવવામાં પણ તેની ભૂમિકા હોવાનો દાવો નવા અભ્યાસમાં કરવામાં આવ્યો છે. શરીરમાંથી ટોક્સીનના પ્રમાણને દૂર કરવામાં તેની ભૂમિકા રહેલી છે. લેમનનો ઉપયોગ આધુનિક સમયમાં કોસ્મેટીક ક્ષેત્રમાં પણ કરવામાં આવે છે. આનો ઉપયોગ એરોમાં થેરાપી માટે પણ થવા લાગ્યો છે. ફ્રેશનેશનો અનુભવ થાય તે માટે જુદી જુદી સારવાર માટે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. હાથ અને પગમાં ઓછા પ્રમાણમાં લીબું સાથે સંબંધિત પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેના પણ ફાયદા રહેલા છે.ગરમીના દિવસોમાં લીંબુ પાણીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આ ઉપરાંત તબીબો પણ કોઇ પણ તકલીફ પેટ સાથે સંબંધિત થવાની સ્થિતીમાં લીંબુ પાણી પિવા માટેની સલાહ આપે છે. લીંબુ પાણીમાં તમામ પોષક તત્વો રહેલા હોય છે. બીજી બાજુ લીંબુ પાણીના ઉપયોગથી પેટની ગંદકી પણ દુર થાય છે. જેથી ફુડ પોઇઝનિંગ અને આવી અન્ય તકલીફ થવાની સ્થિતીમાં તબીબો લીંબુ પાણી વધારે લેવા માટે કહે છે. પેટમાં રહેલા કચરાને દુર કરવામાં લીંબુ પાણીની ચાવીરૂપ ભૂમિકા હોય છે.

લીંબુમાં તમામ કુદરતી ગુણ રહેલા છે. હાઇ બ્લડ પ્રેશરમાં પણ લીંબુ પાણી અસરકારક સાબિત થાય છે. શીતના પ્રભાવને દુર કરવામાં લીંબુ પાણીની ભૂમિકા રહે છે. લીંબુમાં તમામ પ્રકારના પૌષક તત્વો રહેલા છે. જે શરીર માટે ફાયદાકારક છે. સામાન્ય લોકો ગરમીના દિવસોમાં લીંબુનો વધારે ઉપયોગ કરે છે.  લીંબુમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોય છે. એન્ટીબેક્ટોરિયલ અને એન્ટી વાયરલ તત્વો તેમાં રહેલા છે. લોહીને સ્વચ્છા કરવામાં તેની ભૂમિકા હોય છે. આધુનિક સમયમાં તો એરોમા થેરાપીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે  છે. સામાન્ય રીતે કહી શકાય છે કે લીંબુ દરેક રીતે ફાયદાકારક છે.

Share This Article