આયુર્વેદ એવુ કહે છે કે મોટા ભાગની તમામ બીમારીનો ઈલાજ રસોડામાં જ છૂપાયેલો છે. સ્વાસ્થ્ય અને સૌંદર્યની સામગ્રી પણ રસોડામાં જ છૂપાયેલી છે. આમ તો રસોડાનાં ઘણાં બધા મસાલા સ્વાસ્થ્ય માટે લાભકારક છે પરંતુ આજે આપણે એમાંથી મેથી દાણાની વાત કરીશું. તો આવો જાણીએ કેવી રીતે મેથીનાં દાણાં આરોગ્ય માટે લાભકારક છે.
- મેથીનાં દાણા ડાયાબિટીસમાં રાહત આપે છે. દરરોજ એક ચમચી મેથીનાં દાણા અથવા તો મેથીનો પાઉડર ગરમ પાણી સાથે ફાકવાથી શુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા લીલી મેથી પણ ખાઈ શકાય.
- રોજ રાત્રે એક ગ્રામ જેટલા મેથીનાં દાણાં પાણીમાં પલાળી રાખવા. આ દાણાને પાણી સાથે પી જવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે અને શરીર સ્ફૂર્તિવાળુ બને છે.
- મેથીનો પાવડર દાળ-શાકમાં નાંખવાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
- રોજ સવારે તથા રાત્રે મેથીનાં છ-સાત દાણાં પાણી સાથે ફાકી જવાથી કબજીયાતનો પ્રોબલેમ પણ દૂર થાય છે.
- જો તમને જમ્યા પછી પેટમાં ગેસ થઈ જતો હોય તો છ-સાત મેથીનાં દાણા, અજમો અને સંચળ મિક્સ કરીને ફાકી જવાથી તરત જ રાહત મળી શકે છે.