સામાન્ય રીતે આપણે નાના મોટા ગામડામાં અથવા તો આપણા ઘરની આસપાસની ગલીમાં લાંબાને ખુબ ઉંચો એવા સરગવાનું ઝાડ તો જોયું જ હશે. તેનો સામાન્ય ઉપયોગ આપણે શાક બનાવવા માટે કરીએ છે, પરંતુ વૈજ્ઞાનિક સંશોધનમાં પણ કહે છે, સરગવાની શીંગ અને તેના પાન સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારક સાબિત થયા છે. જાણીએ તેના વિશે થોડું.
સરગવો ખાવાથી પેટના અનેક દર્દોમાં રાહત મળે છે, એલર્જી ,આંખ અને ત્વચાનું રક્ષણ, એન્ટી બેકટેરીઅલ અને એન્ટી ફંગલ તત્વો ધરાવે છે. તેમાં રહેલું ફાયટોનુંટ્રિએન્ટ તત્વના કારણે તે અનેક ગંભીર બીમારીઓ જેમકે કેન્સર, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને એનિમિયા જેવી બીમારી સામે લાડવામાં મદદરૂપ બને છે.
સરગવામાં રહેલાં પોષકતત્વો વિશે જાણકારી :
સરગવાના પાન અને તેની શીંગમાં જરૂરી પ્રોટીન, મિનરલ અને વિટામિનનો સમૃધ્ધ સ્ત્રોત રહેલો છે,તે એમીનો એસિડ સારી માત્રામાં ધરાવે છે ઉપરાંત વિટામિન A, વિટામિન B1, રિબોફ્લેવિન (B2), નિયાસિન (B3), B6 , વિટામિન C, કેલ્શ્યિમ ,પોટેશિયમ ,આયર્ન અને ઝીંક.
➤ તેમાં રહેલું કુર્રસેટીન અને કેમ્પફારૉલ નામના તત્વો કેમો થેરાપી પછીના રિએકશનમાં રાહત આપે અને કેન્સરના તત્વોને ફરી આવતા અટકાવે છે.
➤ એક સંશોધન એવું દર્શાવે છે કે સરગવો લોહીમાં રહેલું ગ્લુકોઝ,યુરિન શુગર, યુરિન પ્રોટીન ઘટાડવામાં મદદ કરે છે,ઉપરાંત તેનું નિયમિત સેવન કરવાથી હિમોગ્લોબિનનું સ્તર ઉંચુ લાવે છે,જે લોહીની ઉણપ ધરાવતા દર્દી માટે ફાયદાકારક છે.
➤તે કિડની સ્ટોનને થતો અટકાવે, ઉપરાંત શરીરમાં લાગેલા ઘાને જલ્દીથી રૂઝાવામાં મદદ કરે ,ઉપરાંત તે સ્કિન અને હેર કેર માટે પણ જાણીતો છે,ત્વચા પરના દાગ અને સ્ક્રેચ વગેરેને દૂર કરે છે અને સાથે જ ત્વચા માટે એન્ટી એજિંગનું કાર્ય કરે છે, કરચલીઓને આવતા રોકે છે.
➤તે વાળને પર્યાવરણથી થતા નુકસાન સામે રક્ષણ કરે છે,તે સ્કલ્પ, રૂટ અને વાળના ગ્રોથ વધારવા માટે કન્ડિશનર જેવું કાર્ય કરે છે.
સરગવાનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે,બજારમાં આજકાલ તેના પાવડર પણ ઉપલબ્ધ છે ઉપરાંત જમવામાં પણ તેનું શાક અથવા દાળમાં ઉમેરીને પણ ખાઈ શકો છો.