તીવ્ર ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને પારો આસમાને પહોંચી રહ્યો છે. વધતી જતી ગરમી વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીમાં શરીરને વધારે પ્રમાણમાં પ્રવાહી પદાર્થોની જરૂર હોય છે. વધતી જતી ગરમી વચ્ચે ફળોના રાજા ગણાતા કેરીની બજારમાં એન્ટ્રી પણ થઈ ચૂકી છે. આવનાર દિવસોમાં બજાર કેરીઓથી ભરાઈ જશે. કેરીને ફળોના રાજા તરીકે ગણવામાં આવે છે તે બાબતથી તમામ લોકો વાકેફ છે પરંતુ કેરી અન્ય રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે.
તાજેતરમાં જ એક અભ્યાસ અને સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ઉનાળામાં વજન ઘટાડવાની બાબત ઉપયોગી રહે છે અને આમા કેરી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નવી અને તાજી કેરી ખાવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. આ ફ્રૂટમાં પોષક ત¥વો અને ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કેરીમાં અન્ય ઉપયોગી ઘટક તત્વો પણ ભરપૂર હોય છે જેમાં બેટા કેરોટીનનો પણ સમાવેશ થાય છે. બેટા કેરોટીન ઉપલબ્ધ કરાવનાર ફૂટમાં કેરી સૌથી આગળ છે.
જો કે આમા અન્ય પોષક તત્વો પણ ભરપૂર હોય છે. કેરોલીનને ઘટાડવાના હેતુથી કેરી ખૂબ જ ઉપયોગી પસંદગી છે. કેન્સરના ચોક્કસ સ્વરૂપને ઘટાડવામાં પણ બેટા કેરોટીનની ભૂમિકા છે. પોષક તત્વો પૂરતા પ્રમાણમાં લેવા ગરમીની સિઝનમાં કેરીનો ઉપયોગ કરી શકાય છે. એક ફ્રૂટ શરીરમાં વિટામીન સીના એક દિવસના પૂરવઠાને ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ છે. આનો મતલબ એ થયો કે એક ફ્રૂટ દિવસભરની વિટામીન સીની જરૂરિયાત પૂરી કરે છે. ઉપરાંત તે હાડકાઓને મજબૂત બનાવે છે. કારણ કે તેમાં મિનરલ, કેÂલ્સયમ, મેગ્નેશિયમ અને બી વિટામીન પણ હોય છે. તેમાં કેરેટેનોઈડ પણ હોય છે જેને લેકોપેન પણ કહેવામાં આવે છે જે અસરકારક એન્ટી ઓક્સીડન્ટ છે. વજન ઘટાડવા કેરી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો કે તબીબોની સલાહ મુજબ ફ્રૂટનો ઉપયોગ કરવો જાઈએ. કેરી સ્કીનને વધુ ચમકદાર અને સોફ્ટ બનાવવામાં પણ ભૂમિકા ભજવે છે.