ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૨૦૨૫માં પ્રયાગરાજમાં આયોજિત થનાર કુંભ મેળા પહેલા ગંગાને અવિરલ નિર્મલ કરવાના સંકલ્પને પુરો કરવો પડશે મુખ્યમંત્રીએ નમામિ ગંગે પરિયોજનાના અમલની સમીક્ષા કરતા અધિકારીઓને કહ્યું કે ગંગાનો સૌથી મોટા પ્રવાહ ક્ષેત્ર ઉત્તરપ્રદેશમાં છે આ આપણી આસ્થાનું કેન્દ્ર તો છે જ આ સાથે જ અર્થવ્યવસ્થાનો મોટો આધાર પણ છે.ગંગા અને તેની સહાયક નદીઓને અવિરલ નિર્મલ બનાવવાના સંકલ્પની સાથે જારી નમામિ ગંગે પરિયોજનાના સંતોષજનક પરિણામ જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે પ્રયાગરાજ કુંભ ૨૦૨૫ શરૂ થતા પહેલા સુધી ગંગાને અવિરલ નિર્મલ બનાવવાનો સંકલ્પ પુરો કરવો પડશે.નદીઓને સીવરેજની ગંદકીથી બચાવવા અને તેના પાણીને દુષિત થતા રોકવા માટે સીવરેજ ટ્રીટમેંટ પ્લાન્ટ(એસટીપી) લગાવવાની કાર્યવાહીમાં તેજી લાવવામાં આવે. બેઠકમાં યોગીએ કહ્યું કે અર્થ ગંગા અભિયાનનો સૌથી વધુ લાભ તે કરોડો લોકોને મળશે.જેમની આજીવિકા ગંગા પર જ નિર્ભર છે.
અર્થ ગંગાથી સકલ ધરેલુ ઉત્પાદમાં ત્રણ ટકાનું યોગદાન થવાના લક્ષ્યની સાથે આપણે યોગ્ય પ્રયાસ કરવા પડશે.નિષ્ણાંતોની સહાયતાથી તેને એક મોડલના રૂપમાં વિકસિત કરવા માટે પ્રયાસ કરવામાં આવે તેમણે કહ્યું કે કિસાનોની આવકમાં વધારો કરવા અને કીટનાશક રૂપી ઝેરથી મુકત ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજય સરકાર ગંગાના બંન્ને કિનારા પર પાંચ પાંચ કિલોમીટર સુધી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરી રહી છે. યોગીએ કહ્યું કે ઉત્તરપ્રદેશના ૨૭ જીલ્લા ગંગાથી જોડાયેલ છે આ ઉપરાંત બુંદેલખંડના સાત જીલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.વર્તમાનમાં લગભગ ૮૫ હજાર હેકટર ભૂમિ પર પ્રાકૃતિક ખેતી થઇ રહી છે
.યોગીએ ગંગાના કિનારે આવેલ તીર્થ ક્ષેત્રો અને એતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળોમાં પર્યટનની નવી સંભાવના શોધવાના નિર્દેશ આપ્યો તેમણે કહ્યું કે અહીં એડવેંચર ટુરિઝમ,વોટર સ્પોર્ટ ટુરિઝમની અપાર સંભાવનાઓ છે અમે અહીં રિવર ક્રુઝ ટુરિઝમ વોટર સ્પોર્ટ કેપિંગ સુવિધાઓની સાથે વન્ય જીવ પર્યટનના મોડલને વિકસીત કરવો જોઇએ યોગીએ આગામી ૩૦ ડિસેમ્બરને પ્રસ્તાવિત દ્વિતીય રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકની તૈયારીઓ સમયથી પુરી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો