બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક વૃદ્ધ મહિલા દર્દીને છાતીમાં તીવ્ર દુખાવો થતા એન્જીઓગ્રાફી કરવામાં આવી હતી અને એમની કોરોનરી ધમનીઓ ગંભીર રીતે સાંકળી થયેલ હતી તેમજ કેલ્સીફાઇડ હતી. આ પ્રકારના દર્દીમાં હંમેશા બાયપાસ સર્જરી ની સલાહ આપવામાં આવે છે. પરંતુ બાયપાસ સર્જરી જોખમી હતી. જેથી તેણીને સ્તન કેન્સર સારવાર માટે રેડિયોથેરાપી લીધી હતી જેથી ઓર્બિટલ એથેરેક્ટોમી (OA) નવી પ્રક્રિયાનો ઉપયોગ કરીને એમની એન્જીયોપ્લાસ્ટી કરવાની સલાહ આપવામાં આવી હતી. વધુમાં, OCT નો ઉપયોગ કરીને કોરોનરી ઇમેજિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેલ્શિયમને જોવા માટે ધમનીની અંદર પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ માઇક્રોકેમેરા દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાથી કરવામાં આવેલી એન્જીઓપ્લાસ્ટીનું અંતિમ પરિણામ ઉત્તમ હતું અને સમગ્ર ગુજરાતભરમાં સૌ પ્રથમવાર આ પ્રક્રિયાનો સફળ ઉપયોગ કરી દર્દીનું સફળ એન્જીઓપ્લાસ્ટીની સારવાર કરવાનો અનોખો કેસ હતો.
બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના અનુભવી અને નિષ્ણાત કાર્ડીઓલોજિસ્ટ્સ – ડૉ. પરવિન્દર સિંઘ, ડૉ. મહેશ બસર્ગે, ડૉ. ફાલ્ગુન પંચાલ, ડૉ. હુસેન ભાટિયા, ડૉ. સાગર શાહ અને ડૉ. શેષરાવ પવાર આ સફળ ટીમનો એક ભાગ હતા, જેમના દ્વારા આ ભારે કેલ્સિફાઇડ કોરોનરી ધમનીઓ ધરાવતા દર્દીમાં OAનો ઉપયોગ કરીને આ જટિલ એન્જિયોપ્લાસ્ટી ઓપેરશન ને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
કોરોનરી આર્ટરી ડિસીઝ વિશે માહિતી આપતી વખતે કાર્ડિયોલોજિસ્ટ્સની આ નિષ્ણાત ટીમે શેર કર્યું કે, “કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓની દિવાલોમાં વધુ પડતી ચરબી જમા થવાને કારણે થાય છે. પ્રખ્યાત મેડિકલ જનરલ – લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ, દર વર્ષે 2.8 મિલિયન ભારતીયો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (CVD) થી મૃત્યુ પામે છે, જેમાં મોટાભાગના મૃત્યુ કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) ના કારણે થાય છે. કુલ CAD કેસોમાંથી ત્રીજા ભાગના કેસમાં કોરોનરી આર્ટરી કેલ્સિફિકેશન (CAC) ની ઊંચુ પ્રમાણ જોવા મળે છે.”
“કેલ્શિયમ ઘણીવાર ધમનીઓમાં ચરબી જમા થવાના નિર્માણનો એક ભાગ છે. જો ચરબીનું પડ તૂટી જાય છે, તેના અંદરનાં રહેલા તત્વો પરિભ્રમણ થતા લોહી નાં સંપર્કમાં આવતા લોહી ગંઠાઈ જાય છે જે હૃદયને મળતાં રક્ત પ્રવાહ અને ઓક્સિજન પુરવઠાને અવરોધે છે. આ ઘટના હૃદયના સ્નાયુઓને કાયમ માટે નુકસાન પહોંચાડીને જીવલેણ પરીસ્થિતિ નું નિર્માણ કરે છે. ધમનીઓમાં કેલ્શિયમ જમા થાય છે ત્યારે રક્તવાહિનીઓમાં સ્નાયુ કોશિકાઓ અને તેના ઘટકો વધુ પ્રમાણમાં રોગગ્રસ્ત થવા માંડે છે અને તેની સ્થિતિ સ્થાપકતા ગુમાવીને તેઓ સખત થવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અથવા કિડની ફેલ્યોર જેવા અન્ય રોગો ધરાવતા દર્દીમાં ધમનીઓમાં ચરબી અને કેલ્શિયમ જમા થવાની પ્રક્રિયા ઝડપથી અને વિસ્તૃત રીતે વધુ પ્રમાણમાં થતી હોય છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો, CAD અને CAC જેવી સંબંધિત પરિસ્થિતિઓ હૃદયમાં રક્ત પરિભ્રમણ સાથે ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે,” એમ આ નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ્સના ટીમ એ વધુમાં જણાવ્યું હતું.
ઓર્બિટલ એથેરેક્ટોમી એ એક નવી પ્રક્રિયા છે જે જટિલ છે પરંતુ, કેલ્સિફાઇડ કોરોનરી ધમની માટે એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટીન્ગ ની પ્રક્રિયા સરળ કરે છે. અત્યાર સુધી એકજ ધરી પર રોટેશન કરીને એથેરેક્ટોમી કરવાની પ્રક્રિયા ભારત માં પ્રચલિત છે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન ધરી થી દૂર રહેલા તેમજ નળીઓની દીવાલ સાથે ચોંટેલા કેલ્શિયમ ને દૂર કરી શકાતા નથી. ઓર્બિટલ એથેરેક્ટોમી એવી પ્રક્રિયા જે હાથ અને પગની ધમની માંથી કોઈ પણ મોટી સર્જરી વગર કરી શકાય છે. જેમાં ૧.૫ મીલીમીટર હીરાજડિત બર (BURR) જે દ્વિદિશામાં પરિભ્રમણ કરે છે અને નળીઓને વધુ સારી રીતે કેલ્શિયમ મુક્ત કરવામાં મદદ કરે છે. અને આ પ્રક્રિયા સામાન્ય એન્જીઓપ્લાસ્ટી જેમાં બલૂન ફુલાવીને સ્ટેન્ટ મુકવામાં આવે છે. તેને મદદ કરે છે આના થી પેહલા કેલ્શિફાઇડ કોરોનરી ધમનીઓમાં બલૂન ફૂલાવીને સ્ટેન્ટ નાખવાની પ્રક્રિયા સરળ ના હોવાથી મોટા ભાગના કાર્ડીઓલોજીસ્ટ દર્દીને બાયપાસ કરવાની સલાહ આપતા હોય છે. ઓર્બિટલ એથેરેક્ટોમી આ એક સરળ રોગનિવારક તકનીક છે જે કેલ્શિફાઇડ કોરોનરી ધામનીના અવરોધને દૂર કરવા અને કેલ્શિયમનું પ્રમાણ ઘટાડવા માટે નાના કદના બર (BURR) નો ઉપયોગ કરે છે. બર (BURR) ને 85,000 અને 125,000 રિવોલ્યુશન પ્રતિ મિનિટની ઝડપે ફેરવવામાં આવે છે અને જેમ હીરો પથ્થર કાપે છે. તેમ કેલ્શિયમને દૂર કરે છે. એકવાર કેલ્શિયમ દૂર થઈ જાય, તો સ્ટેન્ટીન્ગ પ્રક્રિયા સરળ બને છે અને ઉત્તમ પરિણામો મળે છે. ઓર્બિટલ એથેરેક્ટોમી એ CAD ની સારવાર માટે અદ્ભુતન, સલામત અને નવી અને સરળ તકનીક છે.
આવી જ રીતે બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર્ડિયાક કેર દ્વારા ગુજરાતના લોકોને આધુનિક અને અદ્ભુતન સેવાઓ આપી એક શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે અનન્ય ઓળખ બનાવા માટે પ્રતિબદ્ધ છે.