દક્ષિણ-આફ્રિકા : કોઈપણ કામ જ્યારે પહેલીવાર બની જાય છે ત્યારે તેની મજા વિશેષ બની જતી હોય છે. અને, હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ સિરીઝ રમવા પહોંચેલી બાંગ્લાદેશની ટીમ પણ આવી જ મજા માણી રહી છે. બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચ્યો છે. તેણે આ જ ધરતી પર પહેલીવાર વનડે મેચમાં યજમાન ટીમને હરાવીને કમાલ કર્યો છે. બાંગ્લાદેશે ૩ ODI શ્રેણીની પ્રથમ મેચ ૩૮ રને જીતી લીધી હતી અને ૧-૦ ની લીડ પણ મેળવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી. દક્ષિણ આફ્રિકા સામે બાંગ્લાદેશની જીતની સ્ક્રિપ્ટ લખવામાં શાકિબ અલ હસન અને તસ્કીન અહેમદે મોટી ભૂમિકા ભજવી હતી. જ્યારે શાકિબે તેના બેટથી વિસ્ફોટક ઇનિંગ રમી ત્યારે તસ્કીને બોલથી ધમાલ મચાવી હતી. દક્ષિણ આફ્રિકાની ધરતી પર બાંગ્લાદેશની આ ૨૦મી મેચ હતી. આ પહેલા તેને ૧૯ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ વખતે તેણે તે હારનો સિલસિલો તોડીને નવો ઈતિહાસ રચ્યો છે. મેચમાં ટોસ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ માટે મોકલ્યું હતું. પરંતુ, તેની બાજી ઉલટી પડી હતી. બાંગ્લાદેશના ઓપનર તમીમ ઈકબાલ અને લિટન દાસે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ શરૂઆતી વિકેટ માટે ૯૫ રન જાેડ્યા હતા. જાેકે, આ વિકેટ બાદ દક્ષિણ આફ્રિકાને આગામી ૨૯ રનમાં વધુ બે સફળતાઓ મળી હતી. પરંતુ, તે પછી ચોથી વિકેટ માટે સદીની ભાગીદારીએ બાંગ્લાદેશના મોટા સ્કોર માટે સ્ક્રિપ્ટ લખી હતી. બાંગ્લાદેશે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૧૪ રન બનાવ્યા હતા જેમાં શાકિબ અલ હસને ૬૪ બોલમાં ૭૭ રન બનાવ્યા હતા. તેણે યાસિર અલી સાથે સદીની ભાગીદારી કરી, જેણે ૪૪ બોલમાં ૫૦ રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી મળેલા ૩૧૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૭૬ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. રાસી વાન ડેર ડુસે અને ડેવિડ મિલર સિવાય, તેની તરફથી કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. રાસીએ ૮૬ રન જ્યારે મિલરે ૭૯ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે ૧૦ ઓવરમાં ૩૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી જ્યારે મેહદી હસને ૯ ઓવરમાં ૬૧ રન આપીને ૪ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. શાકિબને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more