અમદાવાદ : થ્રી- વ્હીલર્સના અગ્રણી ઉત્પાદક બજાજ ઓટોએ આજે ગુજરાત રાજ્યમાં ક્યૂટના લોન્ચની ઘોષણા કરી. કયૂટનું લોન્ચિંગ ગુજરાત સરકારની નવી શ્રેણીના રૂપમાં ‘ક્વાડર સાઇકલ’ની સ્વીકૃતિ સાથે કરવામાં આવેલ છે. તે રાજ્યમાં પ્રથમ અને છેલ્લા માઇલ ટ્રાન્સપોર્ટ માટે શહેરી ગતિશીલતા (અર્બન મોબાઈલીટી) વિકલ્પ પ્રદાન કરશે. આ લોન્ચ પ્રસંગે બજાજ ઓટો લિમિટેડના ઇન્ટ્રાસિટી બિઝનેસ યુનિટના જનરલ મેનેજર સેલ્સ શ્રી નવનીત સાહની, બજાજ ઓટો લિમિટેડના બિઝનેસ પ્લાનિંગ હેડ શ્રી પ્રશાન્ત આહીર અને બજાજ ઓટો લિમિટેડના જીએમ સર્વિસ શ્રી અનુપમ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.
બજાજ ઓટો લિમિટેડના ઇન્ટ્રાસિટી બિઝનેસ યુનિટના જનરલ મેનેજર સેલ્સ શ્રી નવનીત સાહનીએ જણાવ્યું કે, “ગુજરાતમાં ક્યુટનું લોન્ચ કરતાં અમને ખુશી છે. અસરકારક પ્રથમ અને છેલ્લું માઇલ ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન હોવા ઉપરાંત રાજ્યના ઘણાં લોકોને રોજગારી પણ પૂરી પાડશે. વર્ષોથી, બજાજ ઇન્ટ્રાસિટી વ્હીકલ ઇન્ડિયાના સોશિયલ ફેબ્રિક અને ક્યૂટ સાથે જોડાયા છે, હવે અમે બાર ઉભા કરી રહ્યાં છીએ અને નવા ઇકોફ્રેન્ડલી સોલ્યુશનમાં આગળ વધી રહ્યાં છીએ, જે થ્રી વ્હીલર અને કાર વચ્ચે ઇન્ટ્રાસિટી મોબિલિટીમાં એક સ્વીટ સ્પોટ હિટ કરશે. ગુજરાતમાં, બજાજે પોતાના સીએનજી ૩ વ્હીલર્સના માધ્યમથી છેલ્લા માઇલ સેગમેન્ટમાં એક લીડર છે અને અમે ગુજરાતમાં ક્યૂટના લોન્ચની સાથે બારને વધારવાની આશા રાખીએ છીએ.”
ક્વાડરસાઇકલ ઇન્ડિયામાં નવી શ્રેણી છે. ક્વાડર સાઇકલએ એક ૪- વ્હીલ મોટર વ્હીકલ છે જે સાઈઝ, વજન અને સ્પીડને ઓપ્ટિમાઇઝ કરીને ઇન્ટ્રાસિટી કોમ્યુટ માટે લો- રનિંગ કોસ્ટ, ઇકો- ફ્રેન્ડલી અને સેફ અલ્ટરનેટિવની જરૂરિયાતને વિકસિત કરવાના પ્રતિભાવમાં ડિઝાઇન કરવામાં આવી છે.
ઝડપી શહેરીકરણથી ઉદભવતા કચરો અને પ્રદૂષણની ગતિશીલતાના પડકારો માટે ક્યૂટ એક આદર્શ સોલ્યુશન સાબિત થશે. સીએનજી અને પેટ્રોલ વેરિયેન્ટમાં લોંચ કરવામાં આવેલ ક્યૂટ એ એક લાઈટ વેઇટ ૨૧૬ સીસી ૪- વૉલ્વ વોટર- કૂલ્ડ ડીટીએસઆઈ (DTSi) એન્જીન દ્વારા સંચાલિત છે, જેમાં ક્લોઝડ લૂપ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ છે, જેના પરિણામ સ્વરૂપ ૪૩ કિમી/કિગ્રા (સીએનજી) અને ૩૫ કેએમપીએલ (પેટ્રોલ)ની ફ્યુલ એફિશિયન્સી વધારે હોય છે. કયુટનો મેઇન્ટેનન્સ કોસ્ટ પણ ઓછો આવે છે, જે દૈનિક મુસાફરી માટે યોગ્ય છે.દેશ માઉન્ટન્ટેડ સીક્વેન્શીયલ શિફ્ટ ગિયર્સના કારણે ડ્રાઇવ કરવું સરળ છે.
૩.૫મીટરનો સૌથી નાનો ટર્નિંગ રેડિયસ શહેરના ટ્રાફિકમાં સરળતાથી મુવમેન્ટ કરી શકે છે અને તેની નાની ફૂટપ્રિન્ટ ઓછાં સ્પેસની જગ્યાઓમાં પાર્કિંગમાં સહાય કરે છે.
ક્યૂટ પણ સૂર્ય અને વરસાદથી વેધર પ્રોટેક્શન આપે છે. તે ૧૨ ઇંચ અલોય વ્હીલ્સ વધુ સારા રોડની ગ્રિપ આપે છે. હાઈ સ્ટ્રેંથ મોનોકોક બોડી વ્હીકલને સુરક્ષિત બનાવે છે. નાના કદનું હોવાં છત્તાં ક્યૂટ પાસે પૂરતી સ્ટોરેજ સ્પેસ છે. તે કોઇપણ કાર કરતાં ઓછામાં ઓછું ૪૦ ટકા ઓછા કાર્બન ઉત્સર્જન સાથે ઇકો ફ્રેન્ડલી પણ છે.
“આજે એક અર્બન મોબિલિટી ક્રાઇસિસ છે કારણકે ભીડ અને વાહનોનાં પ્રદૂષણના કારણે ઇન્ટરસિટી ટ્રાવેલ માટે ડિઝાઇન કરવામાં આવે છે તેનો ઉપયોગ ઇન્ટ્રાસિટી ટ્રાવેલ માટે કારનો ઉપયોગ થાય છે. ઇન્ટ્રાસિટી યાત્રા માટેની આવશ્યકતાએ ૪ વ્હીલવાળું વાહન છે જેમાં મહત્વપૂર્ણ ઉચ્ચ માઇલેજ છે, ઓછો જાળવણી ખર્ચ ધરાવે છે, ડ્રાઇવિંગ અને પાર્ક કરવું સરળ છે, તેના વાતાવરણને હવામાનની સલામતી માટે, સલામત અને વિસ્તૃત અને ર્ઝ્રં૨ ઉત્સર્જન માટે ઓછું છે. ક્યુટ, ભારતનો પ્રથમ ક્વાડરસાઇકલ, ઇન્ટ્રાસિટી ટ્રાવેલનો જવાબ છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “અમે ઓરંગાબાદમાં પોતાની વિનિર્માણ સુવિધામાં ક્યુટ માટે દર વર્ષે ૬૦૦૦૦ એકમોની ક્ષમતા બનાવી છે. અમે પહેલાંથી એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને યુરોપના ૩૦થી વધારે દેશોમાં વાહનોનું નિકાસ કરીએ છીએ અને જોરદાર પ્રતિક્રિયા મળી છ, અને અમે ગુજરાતમાં પણ ક્યુટ માટે એક જોરદાર સમર્થન મળે તેવી આશા રાખીએ છીએ.”
ક્યુટ ૬ રંગોમાં ઉપલબ્ધ હશે – ઇકો ગ્રીન, નેપ્ચ્યુન બ્લુ, ગોલ્ડન યલો, આર્કટીક વ્હાઇટ, બ્રાઇટ રેડ અને જેટ બ્લેક.