આ વર્ષે મે મહિનામાં ૧૦મી તારીખના દિવસે વહેલી પરોઢે સવા ચાર વાગ્યે બદ્રીનાથના કપાટ અથવા તો દ્ધાર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવનાર છે. આની સાથે જ અહીં વિધિવત પુજા અને પાઠની શરૂઆત થઇ જશે. ભક્તજનો અને અન્ય લોકો ભગવાનના દર્શન કરી શકશે. આ વખતે જા બદ્રીનાથ જવા માટેની યોજના બનાવી રહ્યા છો તો કેટલીક બાબતોને ધ્યાનમાં લઇ શકાય છે. આસ્થાના કેન્દ્ર હોવાની સાથે સાથે બદ્રીનાથ પ્રકૃતિના સૌદર્ય સ્થાન તરીકે છે. અહીંની નૈસર્ગિક સુન્દરતા ભક્તોને આકર્ષિત કરે છે. અહીં સ્થિતી એ હોય છે કે જાણે કુદરત પોતે ગીત ગાય છે.
અહીં આવ્યા બાદ ચાહકો અને શ્રદ્ધાળુઓ નીલકંડ, માણાગ્રામ, ભીમપુલ અને તપ્તકુંડના દર્શન કરી શકે છે. આ મંદિરની આસપાસની સુન્દરતા અભૂતપૂર્વ છે. સાથે સાથે હેરાન કરનાર નજરો પણ હોય છે. એકબાજુ પહાડીના શિખરો પર જામેલી થર હોય છે. જ્યારે બીજી બાજુ ઠંડા પાણીના સરોવર હોય છે. આની સાથે સાથે ગરમ પાણીના સ્ત્રોત પણ રહેલા છે. જે પ્રભુની મહિમાને દર્શાવે છે. બદ્રીનાથ ધામની આસપાસ સરોવરમાં નોકાયાનની મજા માણી શકાય છે. બદ્રીનાથની આસપાસ પુલ છે જેનુ નિર્માણ પાન્ડુ પુત્ર ભીમે કર્યુ હતુ. ધાર્મિક કથા એવી છે કે આ પુલ મારફતે જ પાંચેય પાન્ડો સશરીર સ્વર્ગમાં ગયા હતા. આજે સરસ્વતીના અÂસ્તત્વને લઇને કેટલાક પ્રકારના પ્રશ્નો ઉઠે છે. પરંતુ દ્ધાપરયુગમાં પાન્ડવના સ્વર્ગમાં પહોંચી ગયા બાદ આ બાબતની માહિતી મળી હતી કે સરસ્વતી નદીના સ્વરૂપમાં હતા. કથા એવી છે કે સરસ્વતી નદીએ પાંડવને સશરીર સ્વર્ગમાં જવા રસ્તો આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી ભીમે ત્યાં પુલનુ નિર્માણ કર્યુ હતુ. અહીં દેવ રિશી વ્યાસની ગુફા છે.
જ્યાં તેઓએ વેદની રચના કરી હતી. ત્યાં બેસીને બુદ્ધીના દેવતા ગણપતિએ મહાભારતનુ લેખન કામ કર્યુ હતુ. આ જ ગુફાની નજીક ગણપતિ ગુફા છે. જ્યાંથી સરસ્વતી નદીના દર્શન કરી શકાય છે. બદ્રીનાથ જતી વેળા ગરમ વસ્ત્રો સાથે રાખવાની જરૂર હોય છે. બદ્રીનાથમાં મોસમમાં ફેરફાર થવામાં વાર લાગતી નથી. વરસાદ પણ પડી શકે છે. એમ કહેવામાં આવે છે ક કેદારનાથના દર્શન કર્યા વગર જો બદરીનાથના દર્શન કરવામાં આવે તો આ યાત્રા અધુરી રહે છે. સાથે સાથે યાત્રાને સફળ પણ ગણવામાં આવતી નથી. દર વર્ષે ધામના દ્વારા અથવા તો કપાટ ખોલવા માટેની એક નિશ્ચિત અવધિ હોય છે. આ વર્ષે નવમી મેના દિવસ સવારે ૫.૩૫ વાગે કેદારનાથ મંદિરના દ્વારા ખોલી દેવામાં આવનાર છે. ખાસ બાબત એ છે કે આ દિવસે આદિ શંકરાચાર્યની જયંતિ છે. આ કારણસર આ દિવસને વધારે ભવ્ય રીતે મનાવવામાં આવનાર છે. નવમી મેના દિવસે કેદરાનાથ દ્વારા ખુલી ગયા બાદ ૧૦મી મેના દિવસે બદરીનાથના કપાટ ખોલી દેવામાં આવનાર છે. કેદારનાથમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચે છે. કેદારનાથમાં પહોંચી જવા માટે તમામ વિકલ્પ રહેલા છે. કેદારનાથમાં પહોંચવા માટે સરકાર દ્વારા યાત્રાને સરળ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. કેદારનાથમાં પહોંચવા માટે માર્ગ, રેલવે અને હવાઇ માર્ગનો ઉપયોગ કરી શકાય છે.
ભારતના તમામ મોટા શહેરોથી કેદારનાથ જવા માટે યાત્રા સુવિધા રહેલી છે. દિલ્હી, લખનૌ, ચંદીગઢ, નાગપુર, કાનપુર અને બેંગલોર જેવા શહેરોથી કેદારનાથ પહોંચી શકાય છે. માર્ગ મારફતે કેદારનાથ પહોંચવા માટે મે હરિદ્ધાર-રિશિકેશ અને દહેરાદુનના રસ્તા પર જઇ શકો છો. અહીં અહીથી કેદારનાથ માટે કાપ અથવા તો જીપ બુક કરાવી શકાય છે. આ યાત્રાને પોતાની સુવિધા અનુસાર બનાવી શકાય છે. દિલ્હીથી રિશિકેપ અને હરિદ્ધાર માટે દરેક અડધા કલાકમાં એક બસ રહેલી છે. અહીંથી બસ દ્વારા હરિદ્ધાર આઠથી નવ કલાકમાં પહોંચી શકાય છે. કેદારનાથ માટે સૌથી નજીકમાં રેલવે સ્ટેશન રિશિકેશ અને દહેરાદુન છે. સાથે સાથે દેહરાદુનના જાલી ગ્રાન્ટ સૌથી નજીકના એરપોર્ટ તરીકે છે. કેદારનાથ ધામનુ ખાસ મહત્વ હોવાથી દર વર્ષે લાખોની શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. કુદરતી નજારા પણ તમામ લોકોનુ ધ્યાન ખેંચે છે. આ વિસ્તારમાં બરફ વર્ષો પણ સામાન્ય રીતે થતી રહે છે. ફુલગુલાબી વાતારવણ તમામનુ ધ્યાન ખેંચે છે. કેદારનાથ ધામમાં કુદરતી હોનારત વેળા થોડાક વર્ષો પહેલા ભારે નુકસાન થયુ હતુ. મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ગયા હતા. જા કે હવે કેદારનાથ નજીક તમામ પ્રકારની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે.