ખરાબ હવામાનથી દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકશાન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

છેલ્લાં ૪ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેની અસર કેરીના પાક પર થઈ છે. પવનને કારણે નાની કેરીઓ આંબા પરથી ખરી ગઈ છે. સુરત એપીએમસીમાં આ વર્ષે રોજ ૨૫ ટન કેરી આવતી હતી. પરંતુ ભારે પવનને કારણે મોટા માત્રામાં કેરી આંબા પરથી ખરી ગઈ છે. જેથી છેલ્લાં ચાર દિવસથી ૩૫ ટન કેરી આવી રહી છે.

એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખ કહે છે કે, ‘કમૌસમી વરસાદ અને હવામાનમાં ફેરફારને લીધે વિવિધ પાકને નુકસાન થયું છે. દર વર્ષ કરતાં આ વર્ષે કેરીનો પાક ૫૦ ટકા ઓછો થયો છે. ગત વર્ષ કરતાં આ વખતે એપીએમસી માર્કેટમાં ૩૫ ટન કેરી જ આવી રહી છે.

’વરસાદની સિઝન નજીક આવવા છતાં માર્કેટમાં કેરીનો માહોલ હજી જામ્યો નથી. સુરત એપીએમસીમાં ગત વર્ષે દરરોજ ૫૦ ટન કેરી આવતી હતી. પરંતુ કમૌસમી વરસાદ અને ખરાબ હવામાનને કારણે આ વર્ષે દરરોજ માત્ર ૨૫ ટન કેરી જ એપીએમસમાં આવી રહી છે.

સુરતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કેરી આવતી હોય છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે આંબા પડી ગયા હતાં. જેના કારણે સૌરાષ્ટ્રમાંથી પણ સુરતમાં ગત વર્ષની સરખામણીએ માંડ ૩૦થી ૪૦ ટકા કેરી જ આવી રહી છે.જેમાં હાફુસ,કેસર,લંગડો અને રાજાપુરી સહિતની કેરીની ખરીદી પર અસર પડી છે.

Share This Article