ખરાબ ડાયટ : વર્ષે સેંકડો મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ખરાબ અને સંતુલિત ડાયટ ન લેવાના કારણે દર વર્ષે ભારતમાં ૧૦૦થી વધારેના મોત થઇ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. શોધ કરનાર લોકોના કહેવા મુજબ સાબુ, અનાજ સાથે સાથે ઓછા ફળોના ઉપયોગના કારણે આ તમામ લોકોના મોત થાય છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત રવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અભ્યાસ માટે ૧૯૫ દેશોને આવરી લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ તમામ આંકડા એકત્રિત કરવામાં આવ્યા હતા. જેનુ મુલ્યાંકન કરવામા આવ્યુ હતુ. મુલ્યાંકન બાદ જાણવા મળ્યુ કે દુનિયામાં દરેક પાંચ પૈકી એક વ્યક્તિના મોતનો આંકડો લગભગ એક કરોડ દસ લાખ મોતના બરોબર છે. જે ખરાબ ડાયટ સાથે સંબંધિત છે. સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે ભારત અને અંમેરિકા ઉપરાંત, પાકિસ્તાન, નાઇઝેરિયા, રશિયા,  ઇજિપ્ત, જર્મની જેવા દેશોમાં દરરોજ ૧૨૫ ગ્રામથી ઓછા પ્રમાણમાં પૂર્ણ અનાજના ઉપયોગના કારણે મોત અને બિમારીનો આંકડો સતત વધી રહ્યો છે. બાંગ્લાદેશમાં આ જોખમી પરિબળો સ્પષ્ટ રીતે દેખાઇ આવ્યા છે.

Share This Article