અયોધ્યા : બાબરી મસ્જિદ ધ્વંસની આજે ૨૬મી વરસીના દિવસે સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. હાલમાં રામમંદિર નિર્માણની ગતિવિધી અને રામ મંદિર નિર્માણની માંગ તીવ્ર બન્યા બાદ સમગ્ર અયોધ્યા છાવણીમાં ફેરવી દેવામાં આવતા તમામ જગ્યાએ સઘન સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. બાબરી મસ્જિદ ધ્વંસની આજે ૨૬મી વરસીના દિવસે મંદિર શહેર અયોધ્યા સહિત દેશમાં સઘન સુરક્ષા રાખવામાં આવી છે.
હાલમાં હુમલાની દહેશત વચ્ચે તમામ જગ્યાએ સાવચેતી રાખવામાં આવી રહી છે.મંદિર શહેર અયોધ્યામાં હજારો સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અયોધ્યા અને ફેજાબાદ ખાતે ખાસ પગલા લેવામા આવ્યા છે. બાબરી મસ્જિદ ધ્વસની વરસી શાતિપૂર્ણરીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા છે. અયોધ્યામાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા મિટિંગ પણ ગઇકાલે જ યોજાઈ ગઈ હતી. ફૈઝાબાદ અને અયોધ્યામાં હાઈએલર્ટ પર સુરક્ષા દળોને રખાયા હતા. સરિયુ નદી ખાતે પીએસીનો કાફલો તેનાત કરવામાં આવ્યો હતો.
બાબરી મસ્જિદ ધ્વંસને આજે ૨૬ વર્ષ થઈ ગયા છે પરંતુ ઘણા વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૧૬મી સદીની મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં મુંબઈ અને અન્ય વિસ્તારોમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી અને આ હિંસાનો દોર ઘણા સમય સુધી ચાલ્યો હતો. બાબરી મસ્જિદને રામ જન્મ ભૂમિ તરીકે જાણીતી જમીન પર ફરી કબજા જમાવવાના પ્રયાસરૂપે હિન્દુ કાર સેવકો દ્વારા તોડી પાડવામાં આવી હતી.ધાર્મિક કાર્યક્રમ એકાએક હિંસામાં ફેરવાઈ જતા આ મસ્જિદને આ હિંસા વેળા તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધ્વંસના પરિણામે હિન્દુ અને મુÂસ્લમ સમુદાયના વચ્ચે મહિનાઓ સુધી આંતરકોમવાદી હિંસાનો દોર ચાલ્યો હતો જેથી ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. અયોધ્યા શહેરને હિન્દુ લોકો ભગવાન રામના જન્મ સ્થળ તરીકે ગણે છે.