બી.જે. મેડિકલ કોલેજના કારણે ૫૦ વર્ષ જૂની માનવ સેવા મંદિર, દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે  

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ બી.જે મેડિકલ કોલેજની અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસની હોસ્ટેલ જર્જરીત હાલતમાં હોવાના કારણે બી.જે. મેડિકલના વિદ્યાર્થીઓ પાસે હોસ્ટેલ માટેની વ્યવસ્થા ના હોવાથી, ગત ઑક્ટોબર 2021 ના રોજ બી.જે મેડિકલ કોલેજ ના ડીન એ રૂમ આપવા માટે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનને દરખાસ્ત કરેલ હતી. દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશને આ પરિસ્થિતિને જોઈ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી માનવતાના ધોરણે હા પાડી હતી. અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જીવનું જોખમ ના રહે એ પણ જરૂરી બાબત હતી.

 કોલેજ તરફ થી પ્રતિ રૂમ રૂ.400 સંસ્થાને ચૂકવવાનું નક્કી કરાયું હતું. જેને લઈને બી.જે. મેડિકલ કોલેજ અને આરોગ્ય કમિશ્નર તરફથી પસાર કરેલા ઠરાવમાં પણ રૂ.400 ચૂકવણું કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

પરંતુ 18 ઑક્ટોબરથી 2021 લઈને અત્યાર સુધીમાં દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનને બીજે મેડિકલ તરફથી કહ્યા પ્રમાણે પેમેન્ટ જ નથી ચૂકવવામાં આવ્યું. અચાનક બીજે મેડિકલ તરફથી ફેબ્રુઆરી 2022 માં ઠરાવ કરી દીધો અને તેમને અગાઉ ઠરાવમાં નક્કી કરેલા રૂ. 400ની જગ્યાએ રૂ.100 પ્રતિ વિદ્યાર્થી પાસ કરીને ઠરાવ પસાર કરીને 50 ટકા કરતા પણ ઓછું પેમેન્ટ કાપીને આપ્યું છે, જે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનએ ચેક મારફતે કૉલેજ ને પરત કરી દીધેલ છે. પૈસા ના અભાવમાં  સંસ્થાને ઘણી મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ સંસ્થા એ તેના તરફથી  વિનંતીથી પૂરું પેમેન્ટ કરવા માટે માંગણી કરી છે.

આ અંગે વધુમાં જણાવતા દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન ક્રિશ્નકુમાર .સી. શાહે કહ્યું કે, અમારી સેવા ભાવી સંસ્થા છે અને ફક્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા માટે રહેવાના રૂમ આપીએ છીએ. ડીનની દરખાસ્તથી અને કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓ પ્રત્યે માનવતાના ધોરણે રૂમ આપી છે.

અમારા અત્યાર સુધીના 48 લાખ લેવાના થાય છે જેની સામે દસ દિવસ પહેલા ફક્ત 16.66 લાખ રૂપિયા આર.ટી.જી.એસ મારફતે બધું હિસાબ ચૂકતે કરી ને અમારા ખાતામાં નાખ્યા છે, જેથી ખેદ સાથે ચેક મારફતે કૉલેજ ને પરત કરી દીધેલ છે. પાંચ મહિનાથી વિદ્યાર્થીઓ અમારી જગ્યા પર રહે છે, અને એના પછી પણ અમારું પેમેન્ટ કાપીને પેમેન્ટ કર્યું છે તે કાપ સંસ્થાને પોસાય તેમ નથી. અમે અધિકારીશ્રીઓને અને મંત્રીશ્રીઓને વિનંતીથી વાત કરી છે પરંતુ તેઓ આ બાબતે સત્વરે નિર્ણય લે તેવી અમારી તેમને આદર વિનંતી છે પરંતુ ત્યાંથી કોઈ નિવેડો નથી આવ્યો, તેઓ બીજા કોઈનો રેફ્રેન્સ આપી મળવા મોકલી દે છે પરંતુ કોઈ તરફથી અમને પેમેન્ટની બાંહેધરી બાબતે પ્રત્યુતર નથી મળ્યો. એમને હજૂ પણ તેમના પ્રત્યે આ આશા છે.

આ સંસ્થા તરફથી વિનંતી પૂર્વક વારંવાર રજૂઆતો આ વાતને લઈને કરવામાં આવી રહી છે પરંતુ પેમેન્ટને લઈને કોઈ સમાધાન નથી થયું, સંસ્થાને તેમનું પેમેન્ટ નથી મળતું. જ્યારે સંસ્થાએ જગ્યા ખાલી કરવા માટે કહ્યું તો જગ્યા પણ ખાલી નથી કરતા. બીજે મેડિકલ અમને પેમેન્ટ આપે નહીંતર તેઓ અમારી જગ્યા ખાલી કરીને પાછી આપે. કેમ કે અમે પૂરતું મેન્ટેનન્સ પણ ચૂકવી શકતા નથી. લાઈટ બિલ, પગાર કે વગેરે ચૂકવવું મૂશ્કેલ બની રહ્યું છે. જેથી આ બાબતે અમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ તમામને વિનંતી કરી રહ્યા છીએ.

Share This Article