અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન 2022 પ્રાદેશિક રાઉન્ડ યોજાયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અનંત નેશનલ યુનિવર્સિટી (અનંતયુ), અમદાવાદ ભારતની સૌપ્રથમ ડિઝાઇનX યુનિવર્સિટી છે જેને આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન 2022 માટે અનેક નોડલ સેન્ટર્સમાંના એક તરીકે પસંદ કરવામાં આવી છે. જે 7 અને 8 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. 71 ટીમોની રચના કરતા રાજ્યની વિવિધ સંસ્થાઓના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ પ્રાદેશિક રાઉન્ડ માટે અનંતયુ કેમ્પસમાં હાજર છે અને સરકારી વિભાગો અને ઉદ્યોગો દ્વાર આપવામાં આવેલા સમસ્યારૂપ નિવેદનોનો ઉકેલ શોધી રહ્યા છે. હેકાથોનનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ અને સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી  દ્વારા કરવામાં આવ્યુ છે. અનંતયુ એકમાત્ર ડિઝાઇન યુનિવર્સિટી છે જે પ્રાદશિક રાઉન્ડ માટેની યજમાનપદુ કરશે.

આ 71 ટીમો, જેમાં અનંતયુ ના નવ જૂથોનો સમાવેશ થાય છે, 36-કલાક માટે નોન-સ્ટોપ કામ કરશે અને આ સમસ્યાઓ માટે સર્જનાત્મક એપ્લિકેશન આધારિત ઉકેલો વિકસાવશે. વિદ્યાર્થીઓ યાદીમાંથી એક સમસ્યા વિસ્તાર પસંદ કરી શકે છે અને તેમના માર્ગદર્શકોના માર્ગદર્શનમાં તેનો ઉકેલ લાવવા સંશોધનાત્મક વિચારો ઘડી શકે છે.

આ કાર્યક્રમ વિશે બોલતા, અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, ડૉ.અનુનયા ચૌબેએ જણાવ્યું હતું કે, “આપણા વિશાળ અને ગતિશીલ દેશને ચલાવવા માટે સમસ્યાનું નિરાકરણ એક નિર્ણાયક જરૂરિયાત છે. તે નવીનતાના કેન્દ્રમાં છે. યુવા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉર્જા અને વિચારોથી ભરપૂર છે, અને અમે આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન 2022 માટે આજે અનંતયુ ખાતે આવા તેજસ્વી યુવા દિમાગને આવકારતા કરતાં આનંદ અનુભવીએ છીએ.”

અનંતયુએ સતત નવીનતા અને સાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે. અનંતયુના ઇન્ક્યુબેશન સેન્ટર – આરંભ દ્વારા આ મોટા પ્રમાણમાં જોવામાં આવ્યું છે. આરંભનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને ઉભરતા સાહસિકો માટે ટકાઉ ઉકેલો બનાવવા માટે ડિઝાઇન થિંકિંગનો ઉપયોગ કરવા માટે પસંદગીનું સ્થળ બનવાનો ધ્યેય રાખે છે.

અનંતયુ નેશનલ યુનિવર્સિટી વિશે અનંત નેશનલ યુનિવર્સિટી એ UGC દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી યુનિવર્સિટી છે, જે અમદાવાદ, ગુજરાતમાં આવેલી છે. અનંતયુ, ભારતની પ્રથમ ડિઝાઇનX યુનિવર્સિટી, ડિઝાઇન, આર્કિટેક્ચર, ક્લાયમેટ ચેન્જ અને બિલ્ટ એન્વાયર્નમેન્ટમાં મલ્ટિડિસિપ્લિનરી અને ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ અને શીખવાની તકો પ્રદાન કરે છે. પિરામલ ગ્રૂપના ચેરમેન શ્રી અજય પીરામલની આગેવાની હેઠળ, યુનિવર્સિટી આપણા ભારતીય મૂળમાંથી મેળવે છે, તેમ છતાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક વૈશ્વિક દૃષ્ટિકોણ માટે પ્રતિબદ્ધ છે. અનંતયુ સમાવેશીતાનો અભિગમ અપનાવે છે, આમ વિદ્યાર્થીઓને વિશ્વ અને તેના પડકારોને વિવિધ દ્રષ્ટિકોણથી જોવાની ઓફર કરે છે, તેમને વધુ સારા અને ટકાઉ ઉકેલો ઓફર કરવા માટે સજ્જ કરે છે.

Share This Article