જે લોકો આયુષ્માન કાર્ડ બનાવાવા માંગે છે, તેમના માટે સારા સમાચાર છે. હવે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ બનાવવા માટે ન તો કોઈ સરકારી કચેરીમાં જવાની જરૂર છે અને ન લાંબી લાઈનોમાં ઊભા રહેવાની. હવે આ સમગ્ર પ્રક્રિયા તમે ઘરે બેઠા તમારા મોબાઇલ ફોનથી કરી શકો છો. રાષ્ટ્રીય આરોગ્ય પ્રાધિકરણ (NHA)એ ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. NHA મુજબ, Ayushman Appની મદદથી તમે માત્ર તમારી પાત્રતા જ ચેક કરી શકશો નહીં, પરંતુ સરળતાથી આયુષ્માન કાર્ડ પણ બનાવી શકશો.
આયુષ્માન કાર્ડ માટે પાત્રતા કેવી રીતે ચેક કરવી?
આયુષ્માન કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં Ayushman App ડાઉનલોડ કરો. આ એપ Google Play Store અને App Store બંને પર મફતમાં ઉપલબ્ધ છે.
1. એપ ખોલીને Login બટન પર ટૅપ કરો.
2. Login Asમાં Beneficiary પસંદ કરો, કેપ્ચા ભરો અને તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
3. મોબાઇલ પર આવેલો OTP દાખલ કરીને આગળ વધો.
4. હવે એક ફોર્મ ખુલશે.
5. તેમાં સ્કીમમાં PMJAY પસંદ કરો.
6. તમારું રાજ્ય પસંદ કરો.
7. સબ-સ્કીમમાં ફરીથી PMJAY પસંદ કરો.
8. Search Byમાં આધાર નંબર, ફેમિલી આઈડી અથવા રેશન કાર્ડ નંબર પૈકી કોઈ એક દાખલ કરો.
9. કેપ્ચા ભરીને તમારી પાત્રતા ચેક કરો.
10. જો તમે પાત્ર હશો તો એપ તમને આગળના સ્ટેપ પર લઈ જશે. જો પાત્ર ન હશો તો સ્ક્રીન પર “કોઈ લાભાર્થી મળ્યો નથી” એવો મેસેજ દેખાશે.
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
પાત્રતા ચેક થયા બાદ એપ તમારી વિગતો બતાવશે. તેમાં તમારી ફેમિલી આઈડી સાથે જોડાયેલા તમામ સભ્યોના નામ દેખાશે.
જેમનું આયુષ્માન કાર્ડ પહેલેથી બનેલું છે, તેમના નામની સામે Download Card લખેલું હશે. ત્યાં ક્લિક કરીને તમે કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
જો કોઈ નામની સામે Do e-KYC લખેલું હોય, તો તે સભ્યનું e-KYC પૂર્ણ કરવું ફરજિયાત છે.
Ayushman એપ પર e-KYC કેવી રીતે કરવું?
1. નામની સામે દેખાતા e-KYC પર ટૅપ કરો.
2. ત્યારબાદ Authentication મેન્યુ ખુલશે. તેમાં Aadhaar OTP પસંદ કરો.
3. આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે. તેને દાખલ કરીને મંજૂરી આપો.
4. આધાર OTP અને મોબાઇલ OTP નાખીને વેરિફિકેશન પૂર્ણ કરો.
5. હવે તમે પરિવારના સભ્ય તરીકે e-KYC પૂરી કરશો અને એપ તમને e-KYC પેજ પર લઈ જશે.
e-KYC કેવી રીતે કરવું?
* e-KYC પેજ પર તમને આધાર આઈડી, મેમ્બર આઈડી અને ફેમિલી આઈડી જેવી વિગતો દેખાશે.
* પેજને નીચે સ્ક્રોલ કરીને આધાર OTP દ્વારા e-KYC પૂર્ણ કરવાનો વિકલ્પ પસંદ કરો.
* તમારો આધાર નંબર દાખલ કરીને કન્સેન્ટ ફોર્મ સ્વીકારો.
* મોબાઇલ OTP અને આધાર OTP દાખલ કરો.
* તમારી ફોટો ક્લિક કરીને અપલોડ કરો, જે આધાર ડેટા સાથે મેચ કરવામાં આવશે.
* બાકી માંગેલી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો.
થોડા સમય બાદ તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
