અયોધ્યા કેસ : પાંચ જજની બેંચની રચના, ૧૦મીથી સુનાવણી કરાશે

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read

નવી દિલ્હી : ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી દીધી છે. આ બેંચ હવે ૧૦મી જાન્યુઆરીના દિવસથી મામલામાં સુનાવણી કરવામાં આવનાર છે. આ બેંચનુ નેતૃત્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ કરનાર છે. આ ઉપરાંત અન્ય   ચાર જજજસ્ટીસ એએ બોબ્ડે, જસ્ટીસ એનવી રમન્ના, જસ્ટીસ યુયુ લલિત અને જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડનો સમાવેશ થાય છે. આ મામલે ઝડપથી સુનાવણી કરવા માટેની માંગ કરવામાં આવી રહી હતી. હવે અયોધ્યા મામલે સુનાવણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ પર ચોથી જાન્યુઆરીના દિવસે ફરી એકવાર સુનાવણી ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઉસફુલની સ્થિતિ રહી હતી. પગ મુકવાની પણ જગ્યા ન હતી. સીજેઆઈની સામે આ મામલો આવતાની સાથે જ સેંકડોના ગાળામાં જ સુનાવણીને ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. તે પહેલા જેની રાજકીય વર્તુળો અને દેશના લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા હતા તે વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટે ૨૯મી ઓક્ટોબરના દિવસે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી હતી.  ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં રચવામાં આવેલી બેંચે અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેચમાં સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

જા કે ટુંકા ગાળામાં જ મામલાની સુનાવણીને ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.અયોધ્યા મામલાને બંધારણીય બેંચની પાસે મોકલવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધા બાદ સુનાવણીને લઇને તમામની નજર આના ઉપર કેન્દ્રિત હતી.  મુસ્લિમ પાર્ટીઓ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ૧૯૮૪માં ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો કોઇ ભાગ નથી. આવી સ્થિતિમાં આ ચુકાદાને ફરી એકવાર ધ્યાનથી જાવાની જરૂર દેખાઈ રહી છે જેથી આ મામલાને પહેલા બંધારણીય બેંચને મોકલવાની રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં અગાઉ કહ્યું હતું કે, મામલાને બંધારણીય બેંચને મોકલવામાં આવશે નહીં. રામલલ્લા વિરાજમાન તરફથી એડવોકેટ ઓનરેકોર્ડ વિષ્ણુ જૈને દલીલ કરી હતી કે સુનાવણી ખુબ મહત્વપૂર્ણ છે. હિન્દુ અને મુસ્લિમ પાર્ટીઓ વચ્ચે માલિકીના મુદ્દે સદીઓ જુના વિવાદ ઉપર હવે સુનાવણી થનાર છે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરની બેંચે છેલ્લા ચુકાદામાં સાત વર્ષ જુની અરજી પર વહેલીતકે સુનાવણી આડેની અડચણોને દૂર કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેન્ડિંગ અરજીઓને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુસ્લિમ પાર્ટીઓની અપીલને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પાંચ સભ્યોની બેંચના મસ્જિદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. મસ્જિદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સોંપવાનો સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. તત્કાલિન ચીફ જÂસ્ટસ દિપક મિશ્રા અને જÂસ્ટસ અશોક ભુષણે ૨-૧ની બહુમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જાગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજા હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો.

આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. અયોધ્યા કેસમાં સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમની બેંચે મસ્જિદમાં નમાઝ અંગે ૧૯૯૪ના ચુકાદાને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે મસ્જિદ ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે કે કેમ તે સંદર્ભમાં ૧૯૯૪ના ચુકાદા ઉપર ફરીથી વિચારણા કરવા મોટી બેંચને આ મામલાને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. પાંચમી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે જ્યારે અયોધ્યા મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલો માત્ર જમીન વિવાદનો છે પરંતુ મુસ્લિમ પક્ષકાર તરફથી રજૂ થયેલા રાજીવ ધવને દલીલ કરી હતી કે, નમાઝ અદા કરવાનો અધિકાર છે અને તેને યોગ્યરીતે રાખવો જાઇએ.

 

Share This Article