અહી કાર્યરત એક્સિઓમ ગેસ એન્જિનિયરીંગ લિમિટેડને NSE ઇમર્જ પાસેથી IPO માટે સૈદ્ધાંતિક મંજૂરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઓટો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (ઓટો એલપીજી)ના ડિસ્ટ્રિબ્યુશન અને રિટેઇલિંગમાં કાર્યરત વડોદરાની એક્સિઓમ ગેસ એન્જિનિયરીંગ લિમિટેડે તેના પ્રસ્તાવિત જાહેર ભરણા (આઇપીઓ) માટે એનએસઇ ઇમર્જ પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવી છે.

કંપનીએ સપ્ટેમ્બર 2025માં એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે અને હાલમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અને એનએસઇ ઇમર્જ સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (આરએચપી) ફાઇલ કરવાની પ્રક્રિયામાં છે, જેમાં નવી માહિતી સામેલ કરાશે.

પ્રસ્તાવિત આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 5ની મૂળ કિંમતના 94,92,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. એસકેઆઇ કેપિટલ સર્વિસિસ લિમિટેડ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

એક્સિઓમ ગેસ એન્જિનિયરીંગ લિમિટેડ ઓટો એલપીજી ડિસ્પેન્સિંગ સ્ટેશન (એએલડીએસ)ના નેટવર્ક દ્વારા ઓટો એલપીજીના ડિસ્ટ્રિબ્યુશન અને રિટેઇલિંગના બિઝનેસમાં કાર્યરત છે. રિટેઇલ આઉટલેટ ઉપરાંત કંપનીએ ઓટો એલપીજીના ડિસ્ટ્રિબ્યુશન અને સપ્લાયને સપોર્ટ કરવા માટે સ્ટોરેજ અને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની સ્થાપના કરી છે.

ડીઆરએચપી મૂજબ કંપની આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળના આશરે રૂ. 27 કરોડ મૂડી ખર્ચની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા રૂ. 7 કરોડ કંપનીના ઋણના પ્રી-પેમેન્ટ અથવા રિપેમેન્ટ માટે કરવાની દરખાસ્ત છે. કંપની બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે અને ઇશ્યૂ ખર્ચ માટે કરશે.

Share This Article