– મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ, ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો સેન્ટરના, સ્ટોલ નંબર એ-15 ખાતે મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રવાસન ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે દક્ષિણ એશિયા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જ (SATTE) માં ભાગ લઇને મધ્યપ્રદેશની પ્રવાસન પ્રવૃત્તિઓ, પર્યટનની શક્યતાઓ અને નવીનતાઓથી દરેકને માહિતીગાર કરી રહ્યું છે.
આ વર્ષે SATTE માં 1000 થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે, SATTE 2022 નું ઉદ્ઘાટન આજે (18 મે, 2022) 50 થી વધુ દેશો અને ભારતના 90 શહેરોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
પ્રવાસ, પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગ તેમજ રાષ્ટ્રીય અને રાજ્ય પ્રવાસન બોર્ડના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને વ્યાવસાયિકો માટે વ્યાપક B2B પ્લેટફોર્મ તરીકેની તેની પ્રતિષ્ઠાને અનુરૂપ, SATTE એ ખરીદદારો અને વ્યાવસાયિકોને એકત્ર થવા અને વ્યવસાય કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે ઉકેલ આધારિત નવીનતાઓને ઍક્સેસ કરવા, અને ભારતમાં ઇનબાઉન્ડ, આઉટબાઉન્ડ અને ડોમેસ્ટિક ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે છે. વૈશ્વિક સંદર્ભમાં પ્રવાસન એ એક સ્પર્ધાત્મક વ્યવસાય છે.
મધ્યપ્રદેશ પ્રવાસન સ્ટોલનું ઉદ્ઘાટન આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) ના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી શ્રીપદ નાઈક દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમિલનાડુ સરકારના માનનીય પર્યટન મંત્રી ડૉ. એમ. માથિવેથાન, ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના અધિક મહાનિર્દેશક સુશ્રી રૂપિન્દર બ્રાર, મધ્યપ્રદેશ ટુરીઝમ બોર્ડના આયોજન અને માર્કેટિંગના ડેપ્યુટી ડાયરેક્ટર યુવરાજ પડોલે અને એડીટીઓઆઈના પ્રમુખ શ્રી પી પી ખન્ના ઉપસ્થિત રહ્યા હતા.
મધ્ય પ્રદેશ ટુરિઝમ બોર્ડેના ડેપ્યુટી ડાયરેક્ટર – ઈવેન્ટ્સ એન્ડ માર્કેટિંગ યુવરાજ પડોલેએ સંદર્ભમાં જણાવ્યું હતું કે, “આ વર્ષે મધ્યપ્રદેશને બજારના અગ્રણીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળવાની અપેક્ષા છે. આ વર્ષે અમે અમારા સ્ટોલનું કદ પણ વધાર્યું છે, અને અમે માહિતી આધારિત અભિગમ સાથે તમામ મુલાકાતીઓને તમામ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી રહ્યા છીએ. વૈશ્વિક સ્તરે, યાત્રા વેપાર મેળોમાં રૂબરૂ બેઠકો તેમજ ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચેના નેટવર્કિંગ માટે મુસાફરી એ એક મહત્વપૂર્ણ વાર્ષિક પ્રસંગ છે. મોટાભાગના પ્રવાસી આકર્ષણો વન્યજીવન, તીર્થયાત્રા, વારસો અને લેઝરમાંથી આવે છે. અમે સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય બજારોમાં યોજાતા મુખ્ય પ્રવાસન પ્રદર્શનોમાં વાર્ષિક સહભાગિતા સાથે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને આકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. અમે આવા નેટવર્કિંગ શો અને પ્રદર્શનો દ્વારા ગ્રાહકોને મધ્યપ્રદેશની નવીનતમ ઓફરો અને વિશ્વ કક્ષાની પ્રવાસન સુવિધાઓ વિશે શિક્ષિત કરવા આતુર છીએ.”
મધ્યપ્રદેશ પ્રવાસનના દૃષ્ટિકોણથી એક સમૃદ્ધ રાજ્ય છે અને અહીં મુલાકાત લેનારાઓ માટે વિવિધ સ્થળો અને આકર્ષણોનો સમૃદ્ધ ખજાનો છે. રાજ્યમાં 11 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 24 વન્યજીવ અભયારણ્યો સાથે વિવિધ છોડ, પ્રાણીઓ અને પક્ષીઓ જેવા કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. મધ્યપ્રદેશને ‘ટાઇગર સ્ટેટ ઓફ ઇન્ડિયા’ ની સાથે-સાથે ‘લેપર્ડ સ્ટેટ’ અને ‘ઘડિયાલ સ્ટેટ’નું ગૌરવ પણ પ્રાપ્ત છે.
મધ્યપ્રદેશ વિવિધતાઓથી ભરેલું રાજ્ય છે. અહીં પર્યટન માટે ઘણી વિવિધ તકો ઉપલબ્ધ છે. મધ્યપ્રદેશ મનની શાંતિ, વન્યજીવન સફારી, પ્રાકૃતિક સૌંદર્ય, સાહસિક પ્રવૃત્તિઓ, કેમ્પિંગ, વોટર સ્પોર્ટ્સ, ખાદ્ય સંસ્કૃતિ, પરંપરાગત વારસો, આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા, આરોગ્ય અને પર્યટન માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. રાજ્યે હોમ સ્ટે, વિલેજ સ્ટે, ફાર્મ સ્ટે જેવી વિવિધ યોજનાઓ પણ વિકસાવી છે જેથી પ્રવાસીઓને રાજ્યની ગ્રામીણ સંસ્કૃતિ અને પરંપરાઓનો અનુભવ કરાવી શકાય.
મધ્યપ્રદેશ પ્રવાસન દ્વારા છેલ્લા ઘણા દાયકાઓથી મધ્યપ્રદેશમાં પ્રવાસન અર્થે આવતા પ્રવાસીઓને ઉચ્ચ સ્તરીય સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે જેને “ભારતનું હૃદય” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાજ્યનો ઇતિહાસ, ભૌગોલિક સ્થાન, પ્રાકૃતિક સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને લોકો તેને ભારતના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક બનાવે છે. બાંધવગઢ નેશનલ પાર્કમાં વાઘ જોવાથી લઈને ખજુરાહો મંદિરના શિલ્પો સુધી, વાસ્તવિક ભારત શોધી શકાય છે. મધ્યપ્રદેશની ટોપોગ્રાફી, રાજ્યનું કેન્દ્રીય સ્થાન તેમજ સમૃદ્ધ કુદરતી વિવિધતા તેને એક સંપૂર્ણ પ્રવાસન સ્થળ બનાવે છે. ઉંચી પર્વતમાળાઓ, નદીઓ અને ઝરણા સાથે પથરાયેલા લીલાછમ જંગલો પ્રકૃતિના વિવિધ તત્વો વચ્ચે સુંદર સંવાદિતા પ્રદાન કરે છે. પ્રાણીઓ, પક્ષીઓ અને છોડની વિવિધતા અને અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય મધ્યપ્રદેશના પ્રવાસનની વિશેષતા છે. આ સાથે તેનો ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો અને આદિવાસી સંસ્કૃતિ મધ્યપ્રદેશમાં પર્યટનના મહત્વના આકર્ષણો છે.