વૈજ્ઞાનિકો અને તબીબો ટેકનોલોજીને ધ્યાનમાં લઇને નવા નવા એવા ઉપકરણો વિકસિત કરવામાં સફળ સાબિત થઇ રહ્યા છે જે માનવી શરીર માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. કેટલાક એવા ગેજેટ્સ પણ તૈયાર કરવામાં તબીબો અને વૈજ્ઞાનિકો તેમજ ટેકનોલોજીની મહાકાય કંપનીઓને સફળતા મળી છે જે તબીબોની ગેરહાજરીમાં આરોગ્યની કાળજી લેવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે. આમાં એક કાર્ડિયોવેસ્કુલર ડિવાઇસ પણ છે.
જેને એવા લોકો ઉપયોગ કરી શકે છે જેમનામાં હાર્ટ અટેક થવાનો ખતરો વધારે રહે છે. આને છાતીમાં ફિટ કરી દેવામાં આવે છે. ૨૦ મિનિટના ગાળામાં જ તે ડાઇગ્નોટિસ્ટિક સેન્ટરને રિપોર્ટ મોકલી દે છે. ત્યાંથી આપની પાસે એક મેસેજ પણ આવી જાય છે. કોરોનરી આર્ટરિજની સ્થિતીને આના કારણે સરળ રીતે જાણી શકાય છે. સાથે સાથે તબીબોની ગેરહાજરીમાં પણ હાર્ટના રોગની આશંકાને ટાળી શકાય છે. આવી જ રીતે તબીબને આપની પ્રાથમિક ચકાસણી કરવી હોય તો તેઓ સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરીને હાર્ટના ધબકારાને ગણતરી કરતા રહે છે. આ જ કામગીરી સ્ટેથી નામના સ્માર્ટ ઇલેક્ટ્રોનિક સ્ટેથોસ્કોપ પણ કરે છે.
તે આપને બતાવી દે છે કે આપને ક્યારે તબીબોની પાસે જવાની જરૂર છે. આ એવા સ્માર્ટ ડિવાઇસ છે જે આપના કામની રિપોર્ટ પણ તૈયાર કરે છે. સાથે સાથે આપને આરોગ્ય અંગે પ્રાથમિક માહિતી આપીને સાવધાન કરે છે. આધુનિક સમયમાં નવા નવા ગેજેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક ગેજેટ્સ આરોગ્ય માટે વરદાન સમાન સાબિત થઇ રહ્યા છે. આવા ગેજેટ્સનો ઉપયોગ કરીને લાભ લઇ શકાય છે. સામાન્ય લોકો આજકલ ભાગદોડની લાઇફમાં આરોગ્યને લઇને સાવધાની રાખતા નથી. જેથી તકલીફ મોટી એકાએક આવી પડે છે.