આતંકી મોહમ્મદ શાહનવાઝની પૂરપરછમાં થયો ખુલાસોઅમદાવાદ : ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરીને ગુજરાતની ભૂમિને ફરીથી રક્તરંજિત કરવાના પ્લાનિંગનો…
મુંબઈ: વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટે ગઈ કાલે તેની સૌપ્રથમ એડિલેઈડથી હો ચી મિન્હ સિટી વચ્ચે ગઈકાલે ફ્લાઈટ…
અમદાવાદ:રિસ્ક મેનેજમેન્ટ સોલ્યુશન્સમાં અગ્રણી નિષ્ણાત બ્રોકર હોવડેન બ્રોકિંગ (ઇન્ડિયા)એ તેની ગુજરાત પ્રાદેશિક ઓફિસ ખોલવાની જાહેરાત કરી, જે તેની વૃદ્ધિની યાત્રામાં…
મુંબઈ,:દુનિયાની નં. 1 ઓનલાઈન સ્પોર્ટસ ન્યુટ્રિશન બ્રાન્ડ માયપ્રોટીન દ્વારા તેનાં બહુપ્રતિક્ષિત પાવર અને વેલોસિટી કલેકશન્સ રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી…
મુંબઈ : આ વર્ષની શરૂઆત ને સકારાત્મક નોંધ પર શરુ કરી રહ્યા છે, સિદ્ધાર્થ કુમાર તિવારી, જેમણે મહાભારત, રાધાકૃષ્ણ, શિવ…
"નવયુવાનો કૌશલ્યો, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતા થકી ભારતને વિશ્વની શ્રેષ્ઠ ઈકોનોમી બનાવે" - માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રઘાન અર્વાચીન…
અમદાવાદ : શિલ્પ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશન 18મી ફેબ્રુઆરી 2024ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે શિલ્પ આરંભ - ગિફ્ટ સિટી રન સીઝન ૨ - જે ડ્રગ્સ-ફ્રી ફ્યુચર તરફની દોડની બીજી આવૃત્તિ છે એમનો જાહેરાત કરતાં રોમાંચિત છે. 2023 માં શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન સીઝન પ્રથમ ની જોરદાર સફળતા પછી, શિલ્પ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશન આ વર્ષે ને વધુ સારી બનાવવા માટે તૈયાર છીએ. આ દોડ એ આપણા અમૂલ્ય યુવાનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, માદક દ્રવ્યોના વ્યસન અને દુરૂપયોગને નાબૂદ કરવાના ઉમદા હેતુ માટે જાગૃતિ ફેલાવવા અને નશામુક્તિ ને સમર્થન આપવાનું એક નિર્ણાયક પગલું છે. સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ, રાષ્ટ્રની સાચી સંપત્તિ તરીકે આપણા યુવાનોની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે. આ બાબત ને ધ્યાનમાં રાખી , એક તરફ એ મહત્વનું છે કે આપણે આપણા દેશના યુવાનોના સર્વાંગી વિકાસમાં રોકાણ કરીએ અને બીજી બાજુ એ જરૂરી છે કે આપણે તેમને માદક દ્રવ્યોના વ્યસન અને દુરુપયોગની મુશ્કેલીઓથી સુરક્ષિત રાખીએ. આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ Viksit Bharat@2047: Voice of Youth અભિયાન લોન્ચ કર્યું છે અને તેઓ માને છે કે આપણા યુવાનો પરિવર્તન માટેના એજન્ટ અને લાભાર્થી બંને છે. ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ યુવા વસ્તી છે અને જેમ મોદીજીએ કહ્યું હતું - યહી સમય હૈ, સહી સમય હૈ! એટલે અમારા આ રન દ્વારા સંદેશ ફેલાવવાનો આ સૌથી યોગ્ય સમય છે. શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે ,"આપણા આદરણીય અને માનનીય વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ અને એમના દ્વારા પ્રચારિત નશા મુક્ત ભારત અને ફિટ ઈન્ડિયા અભિયાનને અનુરૂપ, શિલ્પ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશને આ દોડનું આયોજન કરવાની પહેલ કરી છે. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PEFI), જેવા દેશમાં શારીરિક શિક્ષણ અને રમતગમતના વિકાસ અને જાગરૂકતા માટે સમર્પિત સંસ્થાનું સમર્થન મેળવવા બદલ અમને ગર્વ છે. અમને એ જાહેરાત કરતાં પણ આનંદ થાય છે કે શ્રીમતી મેરી કોમ - ઓલિમ્પિક મેડલિસ્ટ,2012 લંડન ઓલિમ્પિક્સ અને 6 વખત AIBA મહિલા વિશ્વ ચેમ્પિયન તેમજ ભારતીય મહિલા બોક્સિંગ સર્કિટનું ગૌરવ અમારી બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે પોતાની પ્રેરક હાજરીથી દોડવીરોને પ્રેરણા આપશે.' પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પ્રો. ડૉ. અર્જુનસિંહ રાણા, વાઈસ ચાન્સેલર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને પ્રમુખ પેફીગુજરાત, ડૉ. આકાશ ગોહિલ,GTU સ્પોર્ટ્સ ઑફિસર, શ્રી આર. એમ. ચૌધરી:, જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ શહેર અને શ્રી સુરપ્રીત સિંહ ખાલસા (સુરી) પાજી), રેસ ડિરેક્ટરે શેર કર્યું,“અમે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી સીઝન 2 રન સાથે જોડાઈને ખુશ છીએ કારણ કે આ સૌથી મોટી ઈન્ટરનેશનલ રન બનવા જઈ રહી છે, જેમાં ઈન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક રનર્સ ભાગ લેશે. અમને ખાતરી છે કે આ રનમાં રનર્સની સંખ્યા 20 હજારને પાર થઈ જશે !! ગિફ્ટ સિટી ખાતેનું હરિયાળું વાતાવરણ, સ્વચ્છ હવા અને રન માટેનું એક સંરચિત અને સુઆયોજિત રૂટ એ અમારા તમામ દોડવીરો માટે સૌથી મોટું આકર્ષણ છે. ભાગ લેનાર દોડવીરોને AIMS પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે." અમને આશા છે કે અમારો આ ઉમદા પ્રયાસ વધુમાં વધુ યુવાનો સુધી પહોંચી શકે અને આપણા રાષ્ટ્ર માટે એક તંદુરસ્ત અને ડ્રગ-મુક્ત ભવિષ્યનો સંદેશ અમે તેમના દ્વારા ફેલાવી શકીએ.
અમદાવાદઃ વૉટર હીટિંગ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી બેન્ચમાર્ક એજન્સીઝ પ્રાઈવેટ લીમિટેડે 2004 થી 2024 સુધીની પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરીને ઈનોવેશન, ઉત્કૃષ્ટતા અને વિશ્વાસના 20 વર્ષની ઉજવણી કરી. છેલ્લા બે દાયકાથી બેન્ચમાર્કનું મિશન રહેણાંક અને વ્યાવસાયિક ઉપયોગ માટે શ્રેષ્ઠ વૉટર હીટિંગ સેવાઓ અને પ્રોડક્ટ્સ પૂરી પાડવાનું રહ્યું છે. વિશ્વકક્ષાના ગુણવત્તાયુક્ત ઉપકરણો, તાલીમબદ્ધ ટેક્નિશિયન અને ટકાઉ ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગના સંયોજન થકી બેન્ચમાર્ક સતત વધુ મૂલ્યનું સર્જન કરતી આવી છે. કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સમાં રેસિડેન્શિયલ વૉટર હીટર, કોમર્શિયલ વૉટર હીટર, વૉટર ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ તેમજ સોલર રૂફટોપ પીવી સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા બદલ કંપનીને પોતાના પર ગર્વ છે, જે ઘરની સલામતીમાં વધારો કરે છે અને ખર્ચની બચતમાં યોગદાન આપે છે.સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણીના પ્રસંગને સંબોધન કરતા બેન્ચમાર્ક એજન્સીઝના ડિરેક્ટર નીશિથ જોશીએ જણાવ્યું હતું કે,અમારો હેતુ હંમેશા અમારા ગ્રાહકોને અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવાનો રહ્યો છે. બે દાયકાની સફળતાની અમારી સફર અમારા ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. અમે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને સેવાઓ થકી સતત વધી રહેલા અમારા ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવા માટે કટીબદ્ધ છીએ અને આ પ્રકારના ઘણા સીમાચિહ્નની ઉજવણી કરવા આશાસ્પદ છીએ.” ઉજવણીના આ પ્રસંગમાં અતિથિ વિશેષ તરીકે SVNITના પ્રોફેસર ડૉ. પૂર્ણાનંદ ભાલે,SVNITના એસોસિએટ પ્રોફેસર ડૉ. મનીષ રાઠોડ, યુએસએની બ્રેડફોર્ડ વ્હાઈટ કોર્પોરેશનના રિજનલ સેલ્સ મેનેજર (મિડલ ઈસ્ટ અને ભારત) મેથ્યૂ ચેરિયન અને તાઈવાનના રેસ ગ્રુપના સીઈઓ જ્હોન્સન ચેંગ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડસ્ટ્રીના મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ અને ટ્રેડ પાર્ટનર્સની ઉપસ્થિતિએ આ પ્રસંગનું મહત્વ વધાર્યું હતું. બેન્ચમાર્ક એજન્સીઝના ડિરેક્ટર હિરેન સવાઈએ જણાવ્યું હતું કે,“શરૂઆતથી જ ટકાઉપણું અમારું મુખ્ય ફોકસ રહ્યું છે. દરેક વ્યક્તિની જિંદગીમાં ગ્રીન ઈનોવેશન લાવવા માટે અમે સઘન રીતે કામ કર્યું છે. અમારી પ્રતિબદ્ધ ટીમ તેમજ અમારા ક્લાયન્ટના અમૂલ્ય વિશ્વાસની મદદથી જ અમે રહેણાંક અને વ્યાવસાયિક વૉટર હીટિંગ સોલ્યુશન્સમાં શક્ય તમામ હદોને આગળ ધકેલવાનું કાર્ય યથાવત્ રાખીએ છીએ.” ઉજણીના ભાગ રૂપે બેન્ચમાર્કે સેટેલાઈટ વિસ્તારના સનશાઈન બેન્કવેટમાં 150થી વધુ પ્રોડક્ટ્સને પ્રદર્શન માટે મૂકી હતી, જે 2004થી 2024 સુધીના કંપનીના સતત વિકાસને રજૂ કરે છે. પાંચ હજાર ચોરસ ફૂટની જગ્યામાં ફેલાયેલું આ ડિસ્પ્લે 7 જાન્યુઆરી, રવિવાર સુધી જોઈ શકાશે.પર્યાવરણ અને પોતાના ગ્રાહકોની જિંદગીમાં સકારાત્મક અસર લાવવાના પ્રયત્નોના ભાગરૂપે બેન્ચમાર્ક એજન્સીઝ પ્રીમિયમ ગુણવત્તા, સર્વશ્રેષ્ઠ સેવાઓ, ટકાઉ પરિણામો અને અભૂતપૂર્વ ટેક્નોલોજી ઓફર કરવા માટે પ્રતિબદ્ધ છે. 20 વર્ષની પૂર્ણાહૂતિના પ્રસંગે બેન્ચમાર્ક પોતાના ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સપ્લાયર્સ,પાર્ટનર્સ અને લાખો ગ્રાહકો સહિતના તમામ હિતધારકોનો તેમના સમર્થન અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરે છે.
અમદાવાદ : અમદાવાદના ૐકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનજીઓ) દ્વારા 9માં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ…
કર્મા ફાઉન્ડેશનના સહયોગ તેમજ પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં જાણીતા લેખકો, નવલકથાકારો, કવિઓ અને અન્ય કલાકારો એક મંચ…
Sign in to your account