અટ્રેક્શન એટલે કે આકર્ષણ વિશે ઘણા લોકોની એક સામાન્ય માન્યતા હોય છે કે એ માત્ર પુરુષ અને મહિલાઓ વચ્ચે શારીરિક આકર્ષણ હોય છે. પરંતુ આકર્ષણ માત્ર શારીરિક જ નહીં હોય, પણ વ્યક્તિના વર્તન, અવાજ, કપડાં, શોખ, કે ઇમોશનલ કનેક્શનથી પણ થઈ શકે છે. વર્ષોથી સાયકોલોજિસ્ટો આકર્ષણના નિયમોને સમજવા માટે વિવિધ પ્રકારના રિચર્ચ કરતા આવ્યા છે. આજે આપણે એવી જ એક રસપ્રદ સ્ટડી વિશે જાણીશું કે જેમાં પુરૂષ અને સ્ત્રીઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓ એકબીજામાં સૌથી વધુ કઈ બાબતે આકર્ષિત થાય છે.
સ્ટડીમાં શું આવ્યું સામે?
ડૉ. ફેલિક્સ દ્વારા કરાયેલી આ સ્ટડીમાં 18 થી 65 વર્ષની વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક પાસેથી પૂછવામાં આવ્યું હતું “તમને તમારા વિજાતિય પાર્ટનરમાં કઈ વસ્તુ સૌથી વધુ આકર્ષિત કરે છે?”
પુરુષોને મહિલાઓની કઈ વસ્તુ આકર્ષિત કરે છે?
* 46% પુરુષોએ કહ્યું કે “મહિલાઓનો ચહેરો” સૌથી વધુ આકર્ષિત કરે છે
* 18% પુરુષોને “કમર અને બટ્સ (હિપ્સ)” તરફ આકર્ષણ થાય છે
* 11% પુરુષો મહિલાઓના વાળને મહત્વ આપે છે
* 9% પુરુષો મહિલાઓના પગને સૌથી આકર્ષક ગણાવે છે
મહિલાઓને પુરુષોમાં કઈ વસ્તુ આકર્ષિત કરે છે?
* 24% મહિલાઓએ કહ્યું કે તેમને પુરુષોની છાતી સૌથી વધુ આકર્ષિત કરે છે
* 22% મહિલાઓ માટે પુરુષોના વાળ (કેસ) મહત્વ ધરાવે છે
* 19% મહિલાઓને પુરુષોના બાવડાના મસલ્સ ખૂબ પસંદ આવે છે
* 13% મહિલાઓએ કમર પસંદ હોવાનો ઉલ્લેખ કર્યો
* માત્ર 2% મહિલાઓએ કહ્યું કે તેમને ચહેરો આકર્ષિત કરે છે
વધતી ઉંમર સાથે પસંદગી બદલાય છે
રસપ્રદ વાત એ છે કે, જેમ જેમ મહિલાઓની ઉંમર વધે છે તેમ તેમ તેઓ એવા પુરુષોની શોધમાં રહે છે જેમના ઘાટા અને કાળા વાળ હોય, કારણ કે ઉંમર સાથે આવા પુરુષ મળવા દુર્લભ બનતા જાય છે. એટલે જ વાળ મહિલાઓ માટે મોટું આકર્ષણ હોય છે.
Disclaimer: આર્ટિકલમાં લખવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. KhabarPatri તેની પુષ્ટિ કરતું નથી.