અમદાવાદ: નવીન અભિગમ માટે જાણીતી પ્રતિષ્ઠિત બિઝનેસ કન્સલ્ટિંગ કંપની ઓરોક્રિપા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (એટીપીલ)એ ભારતીય ઉદ્યોગસાહસિકો માટે વિશિષ્ટરૂપે તૈયાર કરાયેલા સોલ્યુશન્સ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ એક વિશિષ્ટ બિઝનેસ સર્વિસ છે જે ભારતીય પ્રોમોટર્સને ગ્રોથ આપવા માટે અનોખું સોલ્યુશન રજુ કરી રહી છે.
દેશમાં 10માં થી 8 MSMEs નિષ્ફળ થઇ રહ્યા છે, ઘણી નાની મોટી કંપનીઓ બજારમાં આવે છે અને અદ્રશ્ય થઇ જાય છે પરંતુ કોઈ નિષ્ફ્ળતા પર ધ્યાન આપતું નથી . પરંતુ એટિપિલ આ બાબત પર વધારે ફોક્સ કરવા માંગે છે . એટીપીલ, જે કંપનીઓ બિઝનેસ ચેલેન્જ નો સામનો કરી રહી છે તેને ફ્રી અસેસમેન્ટ કરી આપશે અને કંપનીને ફક્ત માર્ગદર્શન જ નહિ પરંતુ ખભેથી ખભા મિલાવીને ગ્રોથ આપવાનું કામ કરશે. કંપનીનું મુખ્ય ફોક્સ સ્ટ્રેટેજી સાથે વધારે ઈમ્પ્લીમેન્ટશનું છે. એટીપીલના નવા સોલ્યુશન્સ મુખ્યત્વે પાંચ પિલ્લર્સ ઉપર કેન્દ્રિત છેઃ ઇનોવેશન અને સ્ટ્રેટેજી, પ્રોસેસ ઓરિએન્ટેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, પીપલ મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશનલ ગ્રોથ. ભારતના ગતિશીલ વ્યવસાયિક લેન્ડસ્કેપમાં ઉદ્યોગસાહસિકો સમક્ષ સર્જાતાં વિશિષ્ટ પડકારોના ઉકેલ માટે ડિઝાઇન કરાયેલા આ સોલ્યુશન્સ કંપનીની કાર્યક્ષમતામાં વધારો કરવા, ડિજિટલ ઇનોવેશનને બળ આપવા, પ્રતિભાને પોષવા તથા સંસ્થાકીય વિકાસને પ્રોત્સાહન આપતા એક વ્યાપક માળખું પ્રદાન કરે છે.
આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં ઓરોક્રિપા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશ શાહે, વ્યવસાયિક વૃદ્ધિને વેગ આપાવામાં માળખાકીય સિદ્ધાંતોની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ભારતીય પ્રમોટર્સ બેજોડ વૃદ્ધિની આશા રાખે છે તથા વ્યવસાયિક કામગીરીમાંથી મુક્ત થવા ઇચ્છે છે, પરંતુ મોટાભાગે ઘણા ખરા જમીની હકીકતોથી દૂર હોય છે. ટાઈમ આવી ગયો છે કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન,પ્રોસેસ ડ્રિવન ઓર્ગેનાઇઝેશન, ડેટા એનાલિટિક્સ તેમજ ટીમની યોગ્યતાના મૂલ્યાંકન દ્વારા પર્ફોર્મન્સ ડ્રિવન ઓર્ગેનાઇઝએશનનું સર્જન કરવું. એટીપીલ કર્મચારીના કૌશલ્યોમાં વધારો કરવા તેમજ સંસ્થાનના દરેક સ્તરે ઇનોવેશનની મહત્વતા વગેરે પર વધુ ધ્યાન આપે છે, તેમણે ઉમેર્યું હતું કે, એટીપીલ ઉદ્યોગસાહસિકોને તેમની પૂર્ણ ક્ષમતાઓને અનલોક કરવા, નોંધપાત્ર સફળતા હાંસલ કરવા તેમજ માનસિક શાંતિ માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે .
બિઝનેસ કન્સલ્ટિંગમાં બહોળો અનુભવ અને કુશળતા સાથે નિલેશ શાહનું નામ જાણીતું છે. ઇન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત લીડર તરીકેની ઓળખ સાથે નિલેશ શાહની લીડરશીપે સંખ્યાબંધ વ્યવસાયોને તેમના વ્યૂહાત્મક ઉદ્દેશ્યોને હાંસલ કરવા તથા વૃદ્ધિની સંભાવનાઓને મહત્તમ કરવામાં માર્ગદર્શન આપ્યું છે. તેઓ સુનિશ્ચિત કરવા માગે છે કે ભારતીય કંપનીઓને યોગ્ય સપોર્ટ મળે અને ગ્રોથ કરે . એટીપીએલ ભારતભરમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કરવાનું જાળવી રાખે છે તેમજ કંપની આજના સ્પર્ધાત્મક વ્યવસાયિક વાતાવરણમાં વિકાસ માટે જરૂરી જ્ઞાન, સંસાધનો અને કુશળતા સાથે ઉદ્યોગસાહસિકોને સશક્તિકરણ કરવા માટે સમર્પિત છે. તેના બેજોડ સોલ્યુશન્સ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા એટીપીલનો ઉદ્દેશ્ય ભારતીય બિઝનેસ લેન્ડસ્કેપમાં પરિવર્તન અને નવીનતાને પ્રોત્સાહિત કરવાનો છે.