અટલ પેંશન યોજના (એપીવાય) એક સરકાર સમર્થિત પેંશન યોજના છે, જેની શરૂઆત ૨૦૧૫માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ વિતેલા વર્ષોમાં તેના ઉપભોક્તાઓનો આંકડો બે ગણો ગઇ ગયો છે. રાજસ્થાન, ગુજરાત તથા મધ્ય પ્રદેશ સૌથી મોટા સહયોગી હતા.
ગુજરાતમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૧,૧૫,૨૭૧ લાખનો આંકડો વધીને વર્ષ ૨૦૧૭-૧૮માં તે ૨,૧૮,૧૧૯ લાખ થઇ છે. રાજસ્થાનમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ગ્રાહકો ૧,૪૮,૫૧૭ લાખ હતા તથા વર્ષ ૨૦૧૭-૧૮માં આ સંખ્યા વધીને ૨,૦૨,૦૪૩ લાખ થઇ છે તથા મધ્યપ્રદેશમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૧,૧૪.૧૫૨ લાખના આંકડાથી વધી વર્ષ ૨૦૧૭-૧૮માં ૨,૫૬,૯૮૦ લાખ થઇ છે.
આ જ વિકાસ ગતિ વર્ષ ૨૦૧૮-૧૯માં પણ બનેલી છે તથા આ પેંશન નિધિ નિયમનકારી અને વિકાસ અધિકૃતતા દ્વારા યોજનાના સંબંધમાં જાગૃતતા ફેલાવવા હેતુ કરવામાં આવેલા સતત પ્રયાસોનું પરિણામ છે.
ગ્રાહકોનો આંકડો |
|||
વર્ષ | ગુજરાત | રાજસ્થાન | મધ્યપ્રદેશ |
૨૦૧૬-૧૭ | ૧,૧૫,૨૭૧ | ૧,૪૮,૫૧૭ | ૧,૧૪,૧૫૨ |
૨૦૧૭-૧૮ | ૨,૧૮,૧૧૯ | ૨,૦૨,૦૪૩ | ૨,૫૬,૯૮૦ |
પીએફઆરડીએ અધ્યક્ષ હેમંત કોન્ટ્ક્ટ્રરે જણાવ્યું કે, અમને આ રાજ્યોમાં ગ્રાહકોના વધતા વૃધ્ધિ દરને જોઇને આનંદ થઇ રહ્યો છે. અમે આ જ ગતિને જાળવી રાખવાનો પ્રયોસ કરીશું. બેંકો તથા ઉપસ્થિતિ અસસ્તિત્વને આ વૃધ્ધિને પ્રદાન કરવામાં મુખ્ય પ્રદાનકર્તા બનવા માટે ધન્યવાદ, અમે એપીવાય ગ્રાહકોનો ૧ કરોડનો પોતાનું લક્ષ્ય પણ પાર કરી લીધુ છે તથા અમે ભવિષ્યમાં પણ આ ગતિને જાળવી રાખવાનો પ્રયાસ કરીશું.