Movie Review : ⭐⭐⭐
પ્રેમની પરિભાષા સમજાવતી ફિલ્મ “વાર તહેવાર” 2 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગયી છે. આજની જનરેશનની વાત કહેતી સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે “વાર તહેવાર.”
ગુજરાતી સિનેમામાં પણ બોલીવુડની જેમ પ્રથમ વખત રોબોટને દર્શવતી મુવી બની છે ,એ ખુબજ ગૌરવની વાત છે. ફિલ્મ ના લીડ એક્ટર પરીક્ષિત તમાલીયા, એમ મોનલ ગજ્જરની લવ કેમેસ્ટ્રી સરસ છે. ટીકુ તલસાણીયાનો એક દીકરીના પિતા તરીકેનો અભિનય ખુબ વખણાયો છે,સાથે સાથે ફિલ્મના અન્ય કલાકારો અરવિંદ વૈદ્ય,આંચલ શાહ, અનુરાગ પ્રપન્ન, કલ્પેશ પટેલ, કલ્પના ગગદેકર, ભૂમિકા પટેલ,મનીષા પુરોહિત અને અલીશા પ્રજાપતિ પણ પોતાના પાત્રને સારો ન્યાય આપ્યો છે.
ફિલ્મના મ્યુઝિકની વાત કરીએ તો બોલીવુડના જાણીતા સિંગર શાનના અવાજમાં”‘ઈમોશનલ બનવું હાનિકારક ” ગીત યુથને પસંદ આવી રહ્યું છે.
ટૂંકમાં ફિલ્મનું મુખ્ય કેન્દ્ર ઈમોશન્સ અને બે પેઢી વચ્ચેની વિચારધારાનું અંતર એ આ ફિલ્મ થકી ઘણું શીખવા મળશે. ફિલ્મ થકી યુવાનોને ખુબ સારો મેસેજ આપવામાં આવ્યો છે. તહેવારની આ મોસમમાં પરિવાર સાથે બધા ગુજરાતીએ આ મુવી ચોક્કસથી જોવી જોઈએ.