પ્રદુષણના વધતા પ્રભાવના કારણે બાળકોમાં અસ્થમાનો ખતરો સતત વધી રહ્યો છે. પ્રદુષણ શહેરના વાતાવરણને પ્રદુષિત કરે છે. એક જાણકારી મુજબ ભારતમાં પ્રદુષણના રોકેટ ગતિથી વધી રહેલા સ્તરના કારણે ભારતમાં દર વર્ષે અસ્થમાના દર્દીઓની સંખ્યામાં પણ ૧૦થી ૧૫ ટકા સુધીનો વધારો થઇ રહ્યો છે. સરકારી અને ખાનગી હોÂસ્પટલમાં અસ્થમાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જાણકાર નિષ્ણાંતો અને તબીબો કહે છે કે જા પ્રદુષણના સ્તરને રોકવામાં નહીં આવે તો દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો રહેશે. ચોંકાવનારી બાબત એ છે કે આ રોગના કારણે સ્કુલ જતા બાળકો વધારે સકંજામાં આવી રહ્યા છે. પ્રદુષણ, ધુળ, ગંદકીઉપરાંત કેટલાક મામલામાં અસ્થમા હોવાનુ કારણ અનુવાંશિક રહે છે.
એક વર્ષ કરતા નાના બાળકોમાં પણ અસ્થમા રહે છે. ફેફસા સુધી હવા પહોંચાડનાર ટ્યુબમાં રૂકાવટ, સોજા અને કફ જમા થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેના કારણે ઘબરાટ, તેજ ખાસી અને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થાય છે. અસ્થમાના કેટલાક લક્ષણો સર્વસામાન્ય છે. જેમાં નાકના બદલે મોથી શ્વાસ લેવાની બાબતનો પણ સમાવેશ થાય છે. ચાલતા જવાની સ્થિતીમાં શ્વાસ ફુલવાની બાબત પણ તેના લક્ષણ તરીકે છે. મૌસમ બદલાઇ જવાની સ્થિતીમાં તરત જ બિમાર થવાની બાબત પણ તેની સાથે જાડાયેલી છે. સતત ખાંસી પણ આના કારણે આવતી રહે છે. વધારે પ્રમાણમા બૈચેની પણ આના કારણે રહે છે. અસ્થમા માટેના કેટલાક કારણો રહેલા છે. ધુળ, ધુમાડા અને પ્રદુષણના સંપર્કમાં આવતાની સાથે જ તેની અસર થાય છે. જા માતાપિતાને અસ્થમાની કોઇ તકલીફ રહી છે તો બાળકોમાં તેની અસર રહે તે સ્વભાવિક છે.
કેટલાક નિષ્ણાંતો કહે છે કે ધુમ્રપાન કરનાર લોકોના સંપર્કમાં આવતાની સાથે જ તેની અસર થઇ શકે છે. પ્રાણીઓના સતત સંપર્કમાં આવતાની સાથે જ શારરિક અને માનસિક તણાવથી પણ અસ્થમા થાય છે. અસ્થમાથી કઇ રીતે બચી શકાય તે માટે કેટલાક કારણો છે તેની તરફ ધ્યાન આપીને અસ્થમાથી બચી શકાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખીને અસ્થમાના ખતરાને ટાળી શકાય છે. શ્વાસ સંબંધિત પરેશાની હોવાની સ્થિતીમાં પ્રદુષણના સમય પર ઘરની અંદર રહેવાની જરૂર હોય છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એર ફિલ્ટરનો ઉપયોગ પણ કરવામાં આવે તે જરૂરી છે. ધુમ્રપાનથી સંપૂર્ણ પણે દુર રહેવાની જરૂર હોય છે. અસ્થમાના કેટલાક સામાન્ય લક્ષણો રહેલા છે. જે હોય તો સાવધાન થઇ જવાની જરૂર હોય છે. આના લક્ષણોની વાત કરવામાં આવે તો છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પણ આના લક્ષણ તરીકે છે. કફની સમસ્યા પણ કારણ છે. બીજી બાજુ શ્વાસ લેતી વેળા જા હળવી સીટી વાગવાનો અવાજ આવે છે તો પણ તે અસ્થમાના લક્ષણ છે. સતત ખાંસી આવવી પણ ઘાતક છે. હમેંશા જા થાક રહે છે તો અને જા કમજારીનો અનુભવ થાય છે તો તે અસ્થમાના સંકેત સમાન છે. રોગની શરૂઆતમાં રોગીને ખાંસી આવે છે. અસ્થમા હોવાની સ્થિતીમાં કેટલીક સાવધાની રાખી શકાય છે. જેમ કે યોગાસન અને પ્રાણાયામ કરવાથી ફેફસા મજબુત થાય છે.
શ્વાસ પ્રક્રિયા પણ મજબુત થાય છે. સવારના સમયમાં શુદ્ધ અને સાફ હવા લેવાની સ્થિતીમાં શરીરને જરૂરી ઉર્જા મળે છે. અંજીર પણ કફને ઘટાડી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. રાતભર પળાડી દેવાથી અને સવારમાં તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.આદુ અને લસણ પણ ઉપયોગી સાબિત થાય છે. કેટલાક લોકોમાં આને લઇને ભ્રમની સ્થિતી રહે છે. જેમ કે કેટલાક લોકો માને છે કે અસ્થમા પર કન્ટ્રોલ કરી શકાય નહી. લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને, દવા અને અસ્થમાના કારકોથી દુર રહીને આ બિમારીને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ મોટા ભાગના લોકો એમ કરી શકતા નથી. કેટલાક લોકો એમ માને છે કે કુદરતી દવા અને દવાના ઉપયોગના કારણે અસ્થમાને જડથી દુર કરી શકાય છે. પરંતુ હકીકતમાં આને કાબુ જ કરી શકાય છે. અસ્થમાના લક્ષણને ઓળખી કાઢવાની બાબત સરળ છે. કારણ કે તે તમામમાં એક સમાન હોય છે એમ વિચારવાની બાબત ભ્રમ સમાન છે. કારણ કે તમામ લોકોમાં લક્ષણ એક સમાન દેખાય તે જરૂરી નથી.
હકીકતમાં પર્યાવરણમાં આવેલા ફેરફાર અને વયની સાથે સાથે શરીરમાં થનાર ફેરફારના કારણે અસ્થમાના લક્ષણ તમામમાં એક જેવા હોતા નથી. એવી ખોટી બાબત પણ ફેલાયેલી છે કે અસ્થમાના દર્દીને ક્યારેય કસરત કરવી જાઇએ નહી. પરંતુ હકીકતમાં કસરત અસ્થમાના દર્દીઓ માટે જરૂરી હોય છે. કારણ કે તેને ફેફસા અને હાર્ટને મજબુતી મળે છે. અસ્થમાના દર્દીઓને ડ્રાય ક્લાઇમેટમાં રહેવાની જરૂર હોય છે તેવી ભ્રમની સ્થિતી પણ રહે છે. પરંતુ હકીકતમાં જગ્યાને બદલી નાંખવાથી તેના કારણોથી બચી શકાય છે તે જરૂરી નથી.