26 મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઊજવણીની સાથે સાથે શહેરનાં મધ્યમાં સ્થિત આશ્કા યુથ ફાઉન્ડેશને પોતાના એક વર્ષની ઊજવણી આશ્રમ રોડ ખાતે આવેલ આત્મા હોલમાં કરી.
લગભગ 170 ટીમ મેમ્બર્સની વચ્ચે છેલ્લા એક વર્ષમાં કરેલ કાર્યની રૂપરેખા રજૂ કરવામાં આવી અને આવનારા સમયમાં ફાઉન્ડેશન સંસ્કૃતિ, સ્વ રોજગાર અને શિક્ષણક્ષેત્રે અડગ પગલાં ભરી સમાજની સાથે કેવી રીતે ઊભા રહેવું તેનાં વિશે વિચાર વિમશ કરવામાં આવ્યા. એક વર્ષની ઊજવણીનાં ભાગ રૂપે કેક કટીંગ કરીને આકાશમાં આશ્કાયુથ ફાઉન્ડેશનથી અંકિત એવા ફુગ્ગાઓને ઉડાડવામાં આવ્યા.
આ સાથે ફાઉન્ડેશનનાં ફાઉન્ડર એવા અલ્પેશ ઠક્કરે પોતાના મંતવ્યમાં જણાવ્યું કે, ફાઉન્ડેશન એ કોઈ ટ્રસ્ટ કે મંડળ નહીં પરંતુ એક વિચારધારા છે. દેશની ગરીમાને જાળવીને સમાજ પ્રત્યે પોતાના ઋણ અદા કરવાનાં આશયથી આ ફાઉન્ડેશનની રચના એક વર્ષ પહેલા કરવામાં આવી હતી જેમાં શિક્ષણ , સ્વરોજગાર અને સંસ્કૃતિનાં ત્રિવેણી સંગમથી સમાજ કાર્ય આદરવાની તેમણે સમજ આપી હતી.