હૈદરાબાદ : તેલંગણામાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને ભાજપના ભગવા પોસ્ટર બોય યોગી આદિત્યનાથના અસાસુદ્દીન ઓવેસી પર કરવામાં આવેલા પ્રહાર બાદ હવે વળતા પ્રહાર કરવામાં આવ્યા છે. યોગીની નિવેદન બાદ તેલંગણામાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર વધારે તીવ્ર બન્યો છે. યોદીના નિવેદન બાદ ઓવેસીએ જવાબમાં કહ્યુ છે કે અમારી ૧૦૦ પેઢીઓ ભારતમાં રહેશે અને આપની સામે લડશે. આ પ્રકારની વાત કરનાર લોકોને પરાજિત કરશે. ઓવેસીએ કહ્યુ છે કે યોગીની પાસે અમને પાકિસ્તાનમાં મોકલી દેવાની ક્ષમતા નથી. અમે અહીં રહીએ છીએ અને રહેશુ. અમે વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદી નથી જે લંડન ભાગી ગયા છે.
ઓવેસીએકહ્યુ હતુ કે અમે ખ્વાજા અજમેરી, તાજ મહેલ અને કુતુમ્બ મિનાર , ચાર મિનાર, જામા મસ્જિદની ધરતીને છોડીને જઇ રહ્યા હતા. અમે આપની સામે લડીશુ અને આપને પરાજિત કરીશુ. તેમણે કહ્યુ હતુ કે યોદીને પોતાના મતવિસ્તાર ગોરખપુરની ચિંતા નથી. જ્યાં દર વર્ષે સેંકડો બાળકો બિમારીના કારણે મૃત્યુ પામે છે. તેમણે ભાજપની સામે કેટલાક વેધક પ્રશ્નો કર્યા હતા. ઓવેસીએ કહ્યુ હતુ કે ભાજપ હિન્દુ અને મુસ્લિમ મોડેલ ધરાવે છે. અમિત શાહની સામે પણ ઓવેસીએ પ્રહારો કર્યા હતા. ઓવેસીએ કહ્યુ હતુ કે યોગી ઉત્તરપ્રદેશ છોડીને હૈદરાબાદ ટપકી ગયા છે.
ભાજપની સામે અને મોદીની સામે બોલવાથી શુ દેશમાંથી ભગાડી મુકવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે નિઝામ હૈદરાબાદ છોડીને ક્યારેય ભાગી ગયા ન હતા. તેમને રાજપ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં તેલંગણામાં રાજકીય ગરમી હજુ વધી શકે છે. સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન થનાર છે.