નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જા આપવાની માંગ સાથે શરૂ કરેલા અનશનને ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલ પહેલી માર્ચથી અનશન કરનાર હતા. કેજરીવાલે પોતે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. કેજરીવાલે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જે સ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં લઇને ઉપવાસને સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. આજે તમામને રાષ્ટ્રની સાથે ઉભા રહેવાની જરૂર છે.
આ પહેલા ભારત તરફથી પાકિસ્તાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે, ભારતીય હવાઈ દળના પાયલોટોના સાહસને સલામ કરે છે. પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા બાદ અમને ગર્વ થાય છે. કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જા આપવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની ભુખ હડતાળની જાહેરાત કરી હતી. ગયા શનિવારના દિવસે દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે કહ્યું હતું કે, પહેલી માર્ચથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જા અપાવવાની માગં સાથે તેઓ ભુખ હડતાળ કરશે.
ભૂખ હડતાળ એ વખત સુધી જારી રાખવાની વાત કરવામાં આવી હતી જ્યાં સુધી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જા ળતો નથી. કેજરીવાલે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, તેઓ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જા અપાવવા માટે હડતાળ કરશે. લોકોને જાડાવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, દેશ માટે પ્રાણોની આહૂતિ આપનાર જવાનોના સન્માનમાં દેશના લોકો ઉભા છે. કેજરીવાલે આજે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, દેશના લોકો સુરક્ષા દળોના સાહસને નમન કરે છે. કેજરીવાલના અનશનમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રી પણ સામેલ થનાર હતા પરંતુ હવે આ કાર્યક્રમ ટળી ગયો છે.