અમદાવાદના સાઉથ બોપલમાં ફ્લોરા આઈરીશના રહીશોની અનોખી ઉજવણી….
આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સાઉથ બોપલની ફ્લોરા આઈરીશ સોસાઈટીના રહીશો પણ પુરા ઉત્સાહ સાથે ગરબે ઝૂમી રહ્યાં છે. અહીં સભ્યો ઘ્વારા પરંપરાગત રીતે ગરબા ,ટીમલી અને રાસનો આનંદ લઇ રહ્યા છે. સોસાયટી ઘ્વારા રોજ અલગ-અલગ થીમ પર ગરબાનું ખાસ આયોજન થાય છે . જેમાં નાના બાળકોથી લઈને વડિલો પણ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે. નવરાત્રી દરમિયાન સોસાયટીમાં દરરોજ અલગ અલગ થીમ પર કાર્યક્રમ યોજાતો હોય છે . જેમાં વેશભૂષા કાર્યક્રમ દરમિયાન બાળકો ખુબજ સુંદર અભિનય અને પોશાક સાથે ભાગ લીધો હતો.
બાળકોના ઉત્સાહ વધારવા સોસાયટી તરફથી બાળકોને ગિફ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સિવાય સોસાયટીના યુવાનો પણ સાઉથ ઇન્ડિયન પહેરવેશ સાથે જોવા મળ્યા હતા.