કેદારનાથમાં સેનાના હેલિકોપ્ટરને નડ્યો અકસ્માત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મંગળવારના રોજ  કેદારનાથ મંદિરથી થોડી જ નજીકના વિસ્તારમાં સેનાનું એક હેલીકોપ્ટર ક્રેશ થયુ હતું.  આ અકસ્માતમાં પાયલોટ સહિત ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા.  કેદારનાથ મંદિર પાસે એક હેલીકોપ્ટર લોખંડના થાંભલા સાથે અથડાઈ ગયું હતું.

હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પાઈલટ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.   સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુ સેનાનું Mi-17 V5 હેલીકોપ્ટર લેન્ડિંગ થતું હતું તે સમયે આ ઘટના બની હતી. પાઈલટ લોખંડના થાંભલાને જજ ન કરી શક્યો અને તેના કારણે હેલિકોપ્ટર થાંભલા સાથે અથડાઈ ગયું હતું. આ ઘટના કેદારનાથ મંદિરથી થોડા અંતરે જ આ ઘટના બની હતી.

Share This Article