અમદાવાદઃ ભારતની અગ્રણી સિમેન્ટ કંપની જેકે સિમેન્ટ લિ.એ આર્કિટેક્ચરના ક્ષેત્રમાં ઊભરતી અને સ્થાપિત પ્રતિભાઓને સન્માનિત કરવા માટે અમદાવાદમાં ૨૭મા આર્કિટેક્ટ ઓફ ધ યર એવોર્ડ્્સનું આયોજન કર્યું હતું.
આર્કિટેક્ટ ઓફ ધ યર એવોર્ડ જેકે સિમેન્ટનો વાર્ષિક ફ્લેગશિપ કાર્યક્રમ છે, જેનો આશય વૈશ્વિક સ્તરે આર્કિટેક્ચરના ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અને તેમની ઓળખને માન્યતા આપવાનો છે. જેકે સિમેન્ટ આર્કિટેક્ટ ઓફ ધ યર એવોડ્ર્સની ૨૭મી આવૃત્તિએ તેનો વારસો જાળવી રાખ્યો હતો અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. એવોર્ડ્સ માટે ભારત અને પડોશી દેશો જેમ કે બાંગ્લાદેશ, ભુટાન, માલદિવ્સ, મોરેશિયસ, નેપાળ, શ્રીલંકા અને અન્યોમાંથી કુલ ૧૯૯ એન્ટ્રીઝ મળી હતી.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભમાં આઈકોનિક આર્કિટેક્ટ્સ અને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ જીતનાર બી.વી. દોશી ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ અને વિશ્વના વરિષ્ઠ આર્કિટેક્ટ્સ સાથે વ્યાપક ચર્ચા બાદ પસંદ થયેલા વિજેતાઓનું આ ઈવેન્ટમાં સન્માન કરવામાં આવ્યું હતું.
‘રિલિજિયસ આર્કિટેક્ચર’ની ફરતી કેટેગરીમાં આર્કિટેક્ચર અમૃતા બલ્લાલ અને સુદિત્ય સિંહાને ‘બાડમેરમાં પથ્થરો અને પ્રકાશમાં મંદિર’ પ્રોજેક્ટ માટે એવોર્ડ અપાયો હતો. આ વિશેષ કેટેગરીનો આશય વર્ષોવર્ષ બાંધવામાં આવતા પવિત્ર સ્થળોની ડિઝાઈનને પ્રમાણિત કરવાનો હતો.
આર્કિટેક્ટ ઓફ ધ યરનો એવોર્ડ બેંગ્લુરુમાં કળા અને નવીનતાના હબ – અગત્સ્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ માટે આર્કિટેક્ટ શારુખ મિસ્ત્રીને એનાયત થયો હતો. આર્કિટેક્ટ સ્ટૂડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ નવી દિલ્હીમાં સિટી સેન્ટર રીડેવલપમેન્ટ, કોનોટ પ્લેસ એક્સટેન્શન પ્રોજેક્ટ પર તેમના કામ બદલ (સુશ્રી) અંબિકા મલ્હોત્રાને જ્યારે યુવા આર્કિટેક્ટનો એવોર્ડ આસામમાં વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય પર તેમના કામ બદલ આર્કિટેક્ટ રસિકા નાયકને અપાયો હતો.
આ ઉપરાંત આ વર્ષનો ગ્રીન આર્કિટેક્ચર એવોર્ડ આર્કિટેક્ટ પ્રસન્ના મોરેએ પૂણેના પિંપરી ખાતે તેમના પ્રોજેક્ટ કોન્ડન, ધ રીટ્રીટ રીસોર્ટ માટે જીત્યો હતો.
પ્રત્યેક વર્ષે જેમ એવાયએ સરહદની પેલે પાર વિદેશી આર્કિટેક્સ્ટસને એફસીએએ – ફોકસ કંટ્રીસ આર્કિટેક્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે શ્રીલંકામાંથી આર્કિટેક્ટ પાલિન્દકન્નાગારાને સ્ટુડિયો ડ્વેલિંગ પ્રોજેક્ટ માટે ફોરેન કન્ટ્રીઝ આર્કિટેક્ટ ઓફ યર એવોર્ડ એનાયત થયો હતો. ઉપરાંત આ સમારંભમાં વિવિધ કેટેગરીસમાં અન્ય એવોડ્ર્સ પણ એનાયત થયા હતા.
એવોર્ડ સમારંભની સફળતા અંગે ટીપ્પણી કરતાં જેકે સિમેન્ટ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યદુપતિ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, ‘એવાયએએ પ્રત્યેક વર્ષે એવોર્ડ એક્સલન્સનો તેનો વારસો જાળવી રાખ્યો છે. ૨૫ વર્ષથી વધુ વર્ષ અગાઉ સ્થપાયેલ એવાયએનો પ્રવાસ અસાધારણ રીતે સફળ રહ્યો છે અને તે એક એવી મહાન સંસ્થા તરીકે વિકસી છે, જે ડિઝાઈનમાં વધુ સારી આવતીકાલના રસ્તા માટે માર્ગ તૈયાર કરવાનું ચાલુ રાખશે. હું બધા જ વિજેતાઓને અભિનંદ પાઠવું છું. તેઓ ખરા અર્થમાં આ એવોર્ડ માટે યોગ્ય હતા અને તેમણે આર્કિટેક્ટ કોમ્યુનિટીમાં ઊંચા માપદંડો નિશ્ચિત કર્યા છે.’
આર્કિટેક્ટ બી.વી. દોશીએ જણાવ્યું હતું કે, ‘આર્કિટેક્ચરના ક્ષેત્રમાં એવોર્ડ્સ ભાગ્યે જ જાવા મળે છે. આ એવોર્ડ્સને સામાન્ય જનતા સુધી લઈ જવા ખૂબ જ મહત્વનું છે. આ રીતે લોકો આર્કિટેક્ચરના વ્યવસાયને લોકોના જીવનને વધુ સારું બનાવનારા વ્યવસાય તરીકે ઓળખી શકશે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં જેકે સિમેન્ટ આર્કિટેક્ટ ઓફ ધ યર એવોર્ડનું યોગદાન અસાધારણ છે અને મને આશા છે કે જેકે સિમેન્ટ દ્વારા સ્થપાયેલા વારસાને અન્ય ઉદ્યોગો અને ક્ષેત્રોમાંથી પણ સહયોગ મળશે.’
અગ્રણી જ્યુરી દ્વારા પ્રોજેક્ટ્સની કાળજીપૂર્વક તપાસ અને ઝિણવટપૂર્વક અભ્યાસ કરીને વ્યાપક ચર્ચા-વિચારણા બાદ એવોર્ડ માટેના નામોની પસંદગી કરવામાં આવી છે. જેકે સિમેન્ટ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યદુપતિ સિંઘાનિયાના અધ્યક્ષપદે ભારતના વિવિધ ભાગોમાંથી અગ્રણી આર્કિટેક્ટ્સ સાથે મળીને એવાયએની જ્યુરીની રચના થઈ છે.