તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા રસપ્રદ અભ્યાસમાં ધડાકો કરવામાં આવ્યો છે કે જુની ફેશન મુજબ જ મહિલાઓની પ્રસંશા કરવાની બાબત મહિલાઓના મુડને બદલી કાઢવામાં અને મહિલાને રોમાંચિત કરી દેવામાં સૌથી મોટી ભુમિકા ભજવે છે. સેક્સ, શોપિંગ અને અન્ય કિંમતી ચોકલેટો કરતા પણ ઓલ્ડ ફેશન્ડ કમ્પલિમેન્ટ મહિલાઓના મુડને વધારી દેશે. નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે.
આમા જણાવવામાં આવ્યું છે કે સર્વેમાં ભાગ લેનારી ૨૫થી ૪૫ વર્ષની વયની હજારો મહિલાઓએ કહ્યું હતું કે સેક્સ, શોપિંગ અથવા અન્ય બાબતોની ઓફર કરવાના બદલે તેમની પ્રસંશા વધુ રાહત અને ખુશી આપે છે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે મહિલાઓના મુડને બદલી નાખવામાં સેક્સ અને શોપિંગ કરતા કમ્પલિમેન્ટની ભુમિકા મોટી છે. મહિલાઓ પૈકી ત્રીજી મહિલાએ કહ્યું છે કે ખૂબ જ ઉંચા હિલના સેન્ડલ પહેરવાની બાબત તેમને આત્મવિશ્વાસ વધારવાની ભુમિકા ભજવે છે. જો કે હેરસ્ટાઈલના મામલે પાર્ટનરો દ્વારા કરવામાં આવતી પ્રસંશા પણ તેમના મુડને ફેરવી નાખવાની ભુમિકા ભજવે છે.
હાલમાં જ કરવામાં આવેલા આ સંશોધનમાં મહિલાઓના મત લેવામાં આવ્યા હતા. આશરે બે તૃતિયાંસ મહિલાઓ અથવા તો ૬૪ ટકા મહિલાઓનું કહેવું છે કે સારા વાતાવરણની પણ તેમના મુડ ઉપર અસર થાય છે. કમ્પલિમેન્ટ અંગે ૪૧ ટકા મહિલાઓએ કહ્યું છે કે તેઓ તેમના મુડને આનાથી ફેરવી શકે છે. આ ઉપરાંત સારા ટેક્સ્ટ મેસેજા પણ મુડને ફેરવી કાઢવામાં ભુમિકા ભજવે છે. પોલમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓના દેખાવાની પ્રસંશા પણ તેમનામાં ઉર્જા ઉમેરવામાં ભુમિકા ભજવે છે. ૩૫ ટકા મહિલાઓનું કહેવું છે કે તેઓ મેકઅપ અને વસ્ત્રો પાછળ દરરોજ સમય બગાડે છે. ફીલ ગુડ ફેક્ટરની ભુમિકા હમેશા મહત્વપૂર્ણ રહે છે. હેર અને મેકઅપ ઉપર યુવતિઓ ધ્યાન આપતી હોય છે.