વિશ્વની સૌથી મોટી વર્ટિકલી સંકલિત આરોગ્યસંભાળ પૂરી પાડતી અપોલોએ અપોલો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ ત્યારથી લઇને અત્યાર સુધી 23,000 ટ્રાન્સપ્લાન્ટ્સ (પ્રત્યારોપણો) પૂર્ણ થયાની ઘોષણા કરી છે.
અપોલો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ વિશ્વના સૌથી વધુ એડવાન્સ્ડ અને વ્યાપક ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ તરીકે ઉભરી આવ્યો છે, જે પોતાની અદ્યતન સેવાઓ માટે જાણીતો છે. 2012થી આ પ્રોગ્રામ હેઠળ વાર્ષિક 1200 જેટલા ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવે છે. 2020માં કોવિડ રોગચાળો સર્વોચ્ચ સ્તરે હતો તેના પડકારો હોવા છતાં 814 ટ્રાન્સપ્લાન્ટ્સ કરવામાં આવ્યા હતા. જોકે, 2022માં આ પ્રોગ્રામ 1641 ટ્રાન્સપ્લાન્ટ્સના અપવાદરૂપ આંક સાથે નવી ઊંચાઇ સ્પર્શ્યો હતો, જેણે શ્રેષ્ઠ પરિણામો દર્શાવ્યા હતા અને વિશ્વાસ પર ઊભી કરાયેલ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી હતી અને સંભાળની ઉચ્ચ ગુણવત્તા ડિલીવર કરીને અડગ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. નોંધનીય છે કે આ પ્રોગ્રામ 18,500 કીડની, 4300 લિવર અને 500 પિડીયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ્સના નોંધપત્ર સીમાચિહ્નને વટાવનાર ભારતમાં સૌપ્રથમ તરીકે અલગ ઉભરી આવી છે.
અપોલો હોસ્પિટલ્સએ 1998માં ભારતમાં પુખ્ત અને બાળકમાં સૌપ્રથમ સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યુ હતું અને 1999માં સૌપ્રથમ સંયુક્ત લિવર કીડની ટ્રાન્સપ્લાન્ટ્સ હાથ ધર્યા હતા.
નવી દિલ્હી સ્થિત અપોલો હોસ્પિટલ્સના સ્થાપક ચેરમેન ડૉ. પ્રતાપ સી. રેડ્ડીએ જણાવ્યું હતુ કે “લોકો માટે શ્રેષ્ઠ આરોગ્યસંભાળ પ્રદાન કરવાનું ચાલુ રાખવાના અમારા પ્રયાસો વિશ્વભરના દર્દીઓએ અમારા પર મૂકેલા અપાર વિશ્વાસ દ્વારા વળતર આપે છે તે જોઈને અમને પુષ્કળ આનંદ થાય છે. અમે આ સીમાચિહ્નને ક્લિનિકલ એક્સેલન્સ પ્રેક્ટિસની પ્રગતિના પુરાવા તરીકે જોઈએ છીએ જે અમે ભારતમાં મહત્ત્વની સંભાળ અને ટેક્નૉલૉજીના બે ખૂબ જ મહત્વપૂર્ણ પાસાઓ સાથે નિર્માણ કરવામાં સક્ષમ છીએ. જેમ જેમ આપણે આપણી વસ્તીને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ આપણે આપણા દરેક માટે વિશ્વસ્તરીય સંભાળ લાવવા માટે પ્રતિબદ્ધ રહીશું.”
ભારત તબીબી સારવારની શોધમાં વૈશ્વિક દર્દીઓ માટે શોધી કાઢેલ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, અને અપોલોએ સોલીડ ઓર્ગન પ્રત્યારોપણ, અત્યાધુનિક ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાતી ટોચની આરોગ્યસંભાળના ક્ષેત્રમાં પોતાને એક અગ્રણી નામ તરીકે સ્થાપિત કર્યું છે. 23,000 ટ્રાન્સપ્લાન્ટ કરવાના પ્રભાવશાળી ભૂતકાળમાં, 30% આંતરરાષ્ટ્રીય દર્દીઓ માટે હતા, અપોલો આ ક્ષેત્રમાં અગ્રણી યોગદાન આપનાર તરીકે અલગ તરી આવે છે. નોંધનીય છે કે, અપોલો ભારતમાં તમામ ટ્રાન્સપ્લાન્ટ્સમાંથી આશરે 12% કરે છે, અને તેની કુશળતા વૈશ્વિક ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓના 1% સુધી વિસ્તરે છે.
અપોલોએ યુએસ, કેનેડા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર, બહેરીન, જોર્ડન, પાકિસ્તાન, કેન્યા, ઇથોપિયા, નાઇજીરીયા, સુદાન, તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, CIS, મ્યાનમાર અને અન્ય સહિત 50 થી વધુ દેશોના દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે.
અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝના એક્ઝિક્યુટિવ વાઇસ-ચેરપર્સન ડૉ. પ્રીથા રેડ્ડીએ જણાવ્યું હતું કે, “ભારત આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં અગ્રણી તરીકેની પ્રતિષ્ઠાને કારણે તબીબી સંભાળની શોધમાં ઘણા આંતરરાષ્ટ્રીય દર્દીઓને આકર્ષિત કરે છે. અમે વ્યાવસાયિક શ્રેષ્ઠતા અને અદ્યતન ટેકનોલોદી બંને માટે એક નક્કર માળખું સ્થાપિત કર્યું છે અને પરિણામો અને સંભાળ પર તીવ્ર ભાર રાખતા દર્દીઓની જટિલ માંગને પહોંચી વળવા સક્ષમ છીએ. અપોલોમાં, અમે ઇકોસિસ્ટમનો વધુ સારી રીતે લાભ લીધો છે. અમારું વિઝન દરેક વ્યક્તિની પહોંચમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ હેલ્થકેર લાવવાનો છે અને અમે અમારી હોસ્પિટલોમાં ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
અપોલો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સુસ્થાપિત છે જે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ ટ્રાન્સપ્લાન્ટ સર્જનો, નેફ્રોલોજિસ્ટ, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ્સ, પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ્સ, પિડીયાટ્રિક સર્જન, એનેસ્થેટીસ્ટ્સ, ઇન્ટેન્સિવ કેર ફિઝિશિયન્સ અને લેબ નિષ્ણાતો મારફતે સર્વોચ્ચ સ્તરની સંભાળ ઓફર કરે છે. આ પ્રોગ્રામે નિર્ભરતા માટે પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે અને છેલ્લા એક દાયકામાં વિશ્વાસ સંપાદિત કર્યો છે, જે ઉચ્ચ સ્તરની સંભાળનું સર્વોચ્ચ સ્તર પ્રદાન કરે છે અને વૈશ્વિક સ્તરે અસમાંતરીત હોય તેવા પરિણામો રજૂ કરે છે.
ડૉ. અનુપમ સિબલ, ગ્રુપ મેડીકલ ડિરેક્ટર અને સિનીયર પિડીયાટ્રિક ગેસ્ટ્રોઇન્ટેરોલોજિસ્ટ, ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ્સ જણાવ્યું હતુ કે, “ અમે આ સીમાચિહ્ન પરિપૂર્ણ કરવા બદલ આનંદ અનુભવીએ છીએ, અને વિશ્વભરમાંથી અંતિમ તબક્કાના અંગ નિષ્ફળતાવાળા દર્દીઓને આશા આપવાનો વિશેષાધિકાર પ્રાપ્ત કરીએ છીએ. અમે હવે નિયમિતપણે જટિલ કિડની ટ્રાન્સપ્લાન્ટ, સંયુક્ત લિવર – કિડની ટ્રાન્સપ્લાન્ટ, સંયુક્ત કિડની – સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ, મલ્ટિ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદય ટ્રાન્સપ્લાન્ટ, ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ, હૃદય – ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ અને બાળકો અને પુખ્ત વયના લોકોમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. ABO અસંગત લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ, 4 કિગ્રા જેટલા નાના બાળકોમાં લિવર ટ્રાન્સપ્લાન્ટમાં અમારી પાસે પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ છે. 1998માં અપોલો હોસ્પિટલ્સ દિલ્હી ખાતે ભારતમાં પ્રથમ સફળ પિડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ મેળવનાર સંજય હવે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. “
અપોલો ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓ 24થી વધુ સ્થાનો પર ફેલાયેલી છે, જેમાંથી 8 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે છે અને 6 મલ્ટિ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરે છે, આમ લિવર, કિડની, ફેફસા અને હાર્ટ ફેલ્યોરના સમગ્ર સ્પેક્ટ્રમની સંભાળ રાખવા માટે સજ્જ સેવાઓનું મિશ્રણ ઓફર કરે છે. 250થી વધુ ડોકટરો સંસ્થાના નક્કર અંગ પ્રત્યારોપણ કાર્યક્રમ માટે સલાહકાર તરીકે સેવા આપે છે.
ભારતમાં અંગ પ્રત્યારોપણની સંખ્યા સતત વધી રહી હોવાથી, અપોલો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ એક મુખ્ય બળ તરીકે ઉભરી રહી છે, નવીનતાને વેગ આપી રહી છે અને વિશ્વભરના દર્દીઓને અદ્યતન અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ પહોંચાડવા માટે પ્રેરણાના દીવાદાંડી તરીકે સેવા આપી રહ્યો છે. તબીબી શક્યતાઓની સીમાઓને આગળ વધારવા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતા સાથે, અપોલોનો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શ્રેષ્ઠતા માટે એક નોંધપાત્ર ધોરણ નક્કી કરે છે, તબીબી પ્રગતિની સીમાઓને સતત આગળ ધપાવે છે અને અંગ પ્રત્યારોપણની પરિસ્થિતિને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. સતત નવી ટેકનિકોની પહેલ કરીને, પ્રગતિશીલ સંશોધનને પ્રોત્સાહન આપીને અને અસાધારણ દર્દીની સંભાળ પૂરી પાડીને, અપોલોનો કાર્યક્રમ પ્રગતિમાં મોખરે છે, જે પરિવર્તનકારી તબીબી ઉકેલોની શોધમાં વિશ્વભરના દર્દીઓને આકર્ષે છે.