વધુ એક ઉનાળો ફ્લાયદુબઇ માટે વિક્રમજનક 

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read
Holidays Activity: Port of Dubrovnik

દુબઇ સ્થિત એરલાઇન ફ્લાયદુબઇ ત્યાર સુધીના સૌથી વ્યસ્ત ઉનાળા માટે સજ્જ થઇ રહી છે, જેમાં 1 જૂનથી 30 સપ્ટેમ્બર 2023 વચ્ચે 4.5 મિલીયન મુસાફરો વિસ્તરિત નેટવર્ક પર મુસાફરી કરે તેવી શક્યતા સેવાય છે.

ફ્લાયદુબઇના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર ગૈથ અલ ગૈથએ જણાવ્યુ હતુ કે: “અમે વદુ એક વિક્રમ જનક ઉનાળા માટે સજજ્ થતા હોવાથી અમને દુબઇ એવિયેશન હબ દ્વારા જે મુસાફરો મુસાફરી કરે છે તેમને સુંદર અનુભવ પ્રાપ્ત થાય તે માટે દરેક હિસ્સાધારકો કામ કરે છે તેમના પ્રયત્નોની પ્રશંસા કરવી ગમશે. 4.5 મિલીયન કરતા વધુ મુસાફરો આગામી બેથી ત્રણ મહિનાઓમાં ફ્લાયદુબઇના નેટવર્કમાં મુસાફરી કરે તેવી શક્યતા છે, જેમાં મુસાફરીની વધી રહેલી માગ, અમારી સેવામાં મુસાફરોનો આત્મવિશ્વાસ અને દુબઇની ઓફરિંગ્સની આકર્ષકતા તેમજ અમારા વધી રહેલા નેટવર્કની આકર્ષકતા છતી થાય છે.”

ફ્લાયદુબઇ ખાતેના ચિફ કોમર્શિયલ ઓફિસર હમદ ઓબૈદલાએ જણાવ્યું હતુ કે: “અમે મુસાફરોને આ ઉનાળામાં મુસાફરી કરવા માટે 115 થી વધુ સ્થળો પસંદ કરવા માટે વધુ વિકલ્પો પ્રદાન કરતા ખુશ છીએ. ફ્લાયદુબઈના મોસમી ઉનાળાના રૂટ, તેના વધતા નેટવર્કની સાથે, વધુ લોકોને મુસાફરી કરવા માટે સક્ષમ બનાવશે પછી ભલે તે રજાઓ, વ્યવસાય અથવા મિત્રો અને પરિવારની મુલાકાતે કેમ ન હોય. અમે અમારા બજારોમાં 33% વધુ ક્ષમતા ઉમેરી છે અને ઈદની રજાઓ અને ઉનાળાની વ્યસ્ત અવધિ માટે વિમાનમાં મુસાફરોને આવકારવા આતુર છીએ.

નેટવર્કનું વિસ્તરણ અને વધારાની ક્ષમતા

આગામી વ્યસ્ત મુસાફરીના સમયગાળા દરમિયાન 4.5 મિલિયન મુસાફરો ફ્લાયદુબઈ સાથે મુસાફરી કરે તેવી અપેક્ષા છે. કેરિયર મુસાફરોને આ ઉનાળામાં 52 દેશોના 117 ડેસ્ટીનેશન્સમાં મુસાફરી કરવાનો વિકલ્પ આપે છે, જેમાં ક્રાબી, મિલાન-બર્ગામો, નેઓમ, પતાયા, સેન્ટ પીટર્સબર્ગ અને વધુનો સમાવેશ થાય છે. ફ્લાયદુબઈ 21 જૂનથી નવ સિઝનલ ઉનાળાના સ્થળો પર કામ કરવાનું શરૂ કરશે.

ઈદ અલ અધાનો વ્યસ્ત પ્રવાસ સમયગાળો: 24 જૂનથી02 જુલાઈ વચ્ચે ઈદ અલ અધાની રજાના સમયગાળા દરમિયાન મુસાફરીની માંગમાં થયેલા વધારાને સમાવવા માટે કેરિયરે તેના નેટવર્કમાં પસંદગીના સ્થળો પર ક્ષમતામાં 20% વધારો કર્યો છે. તેમાં બાકુ, બેરૂત, કોલંબો, માલી, તિલિસી, યેરેવાન અને ઝાંઝીબાર જેવા લોકપ્રિય સ્થળોનો સમાવેશ થાય છે.

વધેલી માંગને પહોંચી વળવા માટે, 01 જૂનથી 30 સપ્ટેમ્બર 2023 વચ્ચે સમગ્ર નેટવર્કમાં ક્ષમતા 33% વધી છે. 

યુરોપીયન નેટવર્ક: ફ્લાયદુબઈએ યુરોપમાં તેનું નેટવર્ક 28 સ્થળો સુધી વિકસ્યું છે, જેમાં ઈટાલી, બેલગ્રેડ, બુડાપેસ્ટ, પ્રાગ, સાલ્ઝબર્ગ, વોર્સો, ઝાગ્રેબ અને અન્ય ઘણા સ્થળોનો સમાવેશ થાય છે.

01 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે ફ્લાયદુબઈના નેટવર્ક પર દર મહિને સરેરાશ 9,400 ફ્લાઈટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓગસ્ટ સૌથી વ્યસ્ત મહિનો છે.

વધતી જતો કાફલો અને કર્મચારીઓ

ફ્લાયદુબઈએ 2023 ની શરૂઆતથી સાત નવા એરક્રાફ્ટની ડિલિવરી લીધી છે, તેના બોઈંગ 737sના કાફલામાં 79 એરક્રાફ્ટનો વધારો કર્યો છે, જે 2022માં સમાન સમયગાળામાં કેરિયર દ્વારા સંચાલિત એરક્રાફ્ટની સંખ્યાની તુલનામાં 23% નો વધારો છે.

આ વૃદ્ધિના માર્ગને ટેકો આપવા માટે, ફ્લાયદુબઇએ એ છેલ્લા છ મહિનામાં 560 નવા સાથીદારો દ્વારા તેના કર્મચારીઓની સંખ્યા વધારી છે જેમાં 138 વિવિધ રાષ્ટ્રીયતાના સ્પિલોટ્સ, કેબિન ક્રૂ અને પ્રતિભાશાળી વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે.

મુસાફરો માટે મુસાફરી સલાહ

આ ઉનાળામાં દુબઈ ઈન્ટરનેશનલ (DXB) ખાતે ફ્લાયદુબઈના ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 દ્વારા ફ્લાયદુબઈની મુસાફરીની માત્રા અને અપેક્ષિત સંખ્યા સાથે, કેરિયર તેમની મુસાફરી સરળ રહે તે સુનિશ્ચિત કરવા પેસેન્જર કોમ્યુનિકેશન્સની શ્રેણી શરૂ કરી રહી છે. ગ્રાહકોને પણ વહેલાસર બુક કરવાનું અને ઓનલાઈન બુક કરવાનું યાદ અપાવીએ છીએ.

  • મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની ફ્લાઇટના પ્રસ્થાનના સમયના ઓછામાં ઓછા 04 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચે.
  • ચેક-ઇન ફ્લાઇટના પ્રસ્થાનના સમયની 60 મિનિટ પહેલાં બંધ થાય છે અને બોર્ડિંગ ગેટ પ્રસ્થાનના 20 મિનિટ પહેલાં બંધ થઈ જાય છે.
  • ઓનલાઈન ચેક-ઈન ફ્લાઇટના પ્રસ્થાનના સમયના 48 કલાકથી 90 મિનિટ પહેલા સુધી ખુલે છે.
  • મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મુસાફરી કરતા પહેલા તેમના સામાન ભાથાને તપાસી લે.
  • મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમના ડેસ્ટીનેશન સ્થાનની મુસાફરી માટે જરૂરી તમામ દસ્તાવેજો તપાસી લે, જેમાં કોઈપણ વિઝા અને સ્વાસ્થ્ય જરૂરિયાતો સામેલ છે.
  • મુસાફરો ટર્મિનલ 3, દુબઈ ઈન્ટરનેશનલ (DXB) ખાતે કાર પાર્ક ચેક-ઈન સુવિધા પર પ્રસ્થાનના 24 કલાક પહેલા ફ્લાઈટ્સ માટે ચેક-ઈન કરી શકે છે અને કોઈપણ ચેક-ઇન કરેલ સામાન છોડી શકે છે.

21 જૂન 2023થી શરૂ થતી નવ સ્થળો માટેની ફ્લાઇટ વિગતો:

ડેસ્ટીનેશનએરપોર્ટ કૉડદેશપ્રારંભ તારીખસમાપ્તિ તારીખદુબઇ ઇન્ટરનેશનલ (DXB)
માયકોનોસJMKગ્રીસ21-06-2310-09-23ટર્મિનલ 3
ઓલ્બિયાOLBઇટાલી22-06-2330-09-23ટર્મિનલ 3
કોર્ફુCFUગ્રીસ24-06-2330-09-23ટર્મિનલ 3
તિવતTIVમોન્ટેનેગ્રો24-06-2309-09-23ટર્મિનલ 2
ટ્રેબ્ઝોનTZXતુર્કી24-06-2317-09-23ટર્મિનલ 2
બોડ્રમBJVતુર્કી24-06-2310-09-23ટર્મિનલ 2
ડુબ્રોવનિકDBVક્રોએશિયા25-06-2324-09-23ટર્મિનલ 2
સેન્ટોરીનીJTRગ્રીસ25-06-2310-09-23ટર્મિનલ 3
બટુમીBUSજ્યોર્જિયા25-06-2310-09-23ટર્મિનલ 2

ફ્લાઈટ્સ flydubai.com પર, સત્તાવાર ફ્લાયદુબઈ મોબાઈલ એપ, દુબઈમાં સંપર્ક કેન્દ્ર (+971) 600 54 44 45 પર, ફ્લાયદુબઈ ટ્રાવેલ શોપ્સ પર અથવા અમારા ટ્રાવેલ પાર્ટનર્સ દ્વારા બુક કરવા માટે ઉપલબ્ધ છે.

સંપૂર્ણ સમયપત્રક માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.flydubai.com/en/plan/timetable

ફ્લાયદુબાઈ દ્વારા રજાઓ વિશે જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://holidays.flydubai.com/en/

Share This Article