પાકિસ્તાન : પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર સતત વધી રહ્યો છે. તમામ વિરોધ છતાં આમાં કોઈ કમી જાેવા મળતી નથી. અહીં હિંદુ સમુદાયની સગીર યુવતી અનિતા મેઘવારને પહેલા બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું અને પછી તેના લગ્ન સિકંદર જરવાર નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્યા. આ મામલો ટોંગો જાન મોહમ્મદ સિંધ શહેરનો છે. આ સ્થળ અહીં સિંધ પ્રાંતમાં આવેલું છે. લગ્નમાં યુવતીની તસવીર પણ સામે આવી છે. જેમાં તે હાથમાં કાગળ લઈને ઉભી છે. આ સિવાય આ લગ્ન સાથે જાેડાયેલા અન્ય દસ્તાવેજાે પણ સામે આવ્યા છે. પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાંથી પણ આવા જ સમાચાર આવ્યા હતા. અહીં એક ૧૮ વર્ષની હિંદુ છોકરીને અપહરણનો પ્રયાસ નિષ્ફળ જવા બદલ ગોળી મારી દેવામાં આવી હતી. સોમવારે એક મીડિયા સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી. અખબાર ‘ધ ફ્રાઈડે ટાઈમ્સ’ એ અહેવાલ આપ્યો છે કે, પૂજા ઓડે રોહી, સુક્કુરમાં અપહરણકર્તાઓનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને રસ્તાની વચ્ચે ગોળી મારી દેવામાં આવી હતી. દર વર્ષે લઘુમતી સમુદાયની મહિલાઓ, ખાસ કરીને સિંધમાં, ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના લઘુમતી સમુદાયો લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં આવા કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં લઘુમતી સમુદાયની મહિલાઓનું ધાર્મિક કટ્ટરપંથીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને પછી તેમનું ધર્મપરિવર્તન કરીને લગ્ન કરવામાં આવે છે. આવા મોટાભાગના કેસ સિંધ પ્રાંતમાંથી જ આવે છે. પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ અનુસાર, ૨૦૧૩ અને ૨૦૧૯ વચ્ચે બળજબરીથી ધર્માંતરણની ૧૫૬ ઘટનાઓ બની છે. અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે, ૨૦૧૯માં સિંધ સરકારે બળજબરીથી ધર્માંતરણ અને લગ્નો પર પ્રતિબંધ મૂકવાનો બીજાે પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક લોકોએ તેનાથી સંબંધિત બિલનો વિરોધ કર્યો હતો.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more