અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુની મુલાકાત દરમિયાન વાયબ્રન્ટ સમીટના બીજા દિવસે આજે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર વચ્ચે અંકલેશ્વર અને ધોલેરામાં એરપોર્ટ નિર્માણ માટેના એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુમાં ધોલેરામાં ૧૫૦૦ કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તેમજ અંકલેશ્વરમાં ૯૨ હેક્ટર જમીન પર ડેવલમેન્ટ એન્ડ ઓપરેશનલ ઓફ એરપોર્ટ એન્ડ એમ આર ઓ માટેના સમજૂતી કરાર થયા હતા. આ વેળાએ ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત હતા. ધોલેરાના વર્લ્ડ ક્લાસ ઇન્ડસ્ટ્રીયલ ડેવલેપમેન્ટમાં આ એરપોર્ટ નિર્માણ કરાર મહત્વપૂર્ણ બની રહેશે તેવો વિશ્વાસ વિજય રૂપાણીએ વ્યકત કર્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત સમીટ ધોલેરામાં રોકાણો માટે નવતર પ્રોત્સાહનો પુરા પાડશે એમ વધુમાં જણાવ્યું હતું.
MoRD દ્વારા DDU-GKY અને RSETI ગુજરાતની સમીક્ષા મુલાકાત: ગ્રામીણ યુવાનોના કૌશલ્ય વિકાસને મજબૂતી
24 અને 25 એપ્રિલ 2025 ના રોજ, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD) ની એક સમીક્ષા ટીમે રાજ્યમાં દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય...
Read more