પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાઇગર’ના પ્રમોશનના ભાગરૂપે એક્ટર વિજય દેવરકોંડા અને અભિનેત્રી અનન્યા પાંડેએ અમદાવાદની મુલાકાત લીધી હતી. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠ નિર્મિત સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ ‘લાઇગર’ 25 ઓગસ્ટ, 2022ના રોજ રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મથી સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા બૉલીવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે.
પોતાની અમદાવાદ શહેરની મુલાકાત દરમિયાન આ બન્ને કલાકારોએ વિવિધ ગુજરાતી વાનગીઓના સ્વાદની લિજ્જત માણી હતી. વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેએ ગુજરાતી ભાષામાં વાત કરી પોતાના ચાહકોનું દિલ જીતી લીધું હતુ. ખૂબ જ સાદગી સાથે જોવા મળેલા હેન્ડસમ હંક વિજય દેવરકોંડાએ જણાવ્યું હતુ કે.. અમદાવાદ શહેરની મુલાકાત મારા માટે યાદગાર બની રહેશે અને હું અમદાવાદને ખૂબ જ પ્રેમ કરૂં છું. જ્યારે અનન્યા પાંડેએ જણાવ્યું હતુ કે અમદાવાદ શહેર મારા હૃદયની ખૂબ જ નજીક છે અને આ પહેલા પણ હું અમદાવાદ શહેરની મુલાકાતે આવી હતી, પણ આ વખતે ફિલ્મ લાઇગરની પ્રમોટ કરવા માટે શહેરમાં આવી છું. ફિલ્મ લાઇગર માટે અમે ખૂબ જ મહેનત કરી છે, તમે પણ આ ફિલ્મ પર તેટલો જ પ્રેમ વરસાવશો.
ફિલ્મ લાઇગર પુરી જગન્નાધ દ્વારા લેખિત અને દિગ્દર્શિત છે, જે આગામી 25 ઓગસ્ટના રોજ થિયેટરમાં રીલીઝ થવા જઇ રહી છે.