ગુજરાતી સસ્પેન્સ થ્રિલર મૂવી “ફુલેકું” ના અનંગ દેસાઈ એટલે બાબુજી અમદાવાદના મેહમાન બન્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

09 જૂન 2023ના રોજ રિલીઝ થનાર ફિલ્મ “ફુલેકું” ઘણા સમય પછી ગુજરાતી અર્બન સિનેમા માં એક નવા કોન્સેપ્ટ સાથેની ફિલ્મ આવી રહી છે જેમાં ઘણા નામાંકીત કલાકારો જેમકે અનંગ દેસાઈ, અમિત દાસ, મંજરી મિશ્રા, બંકિમ બારોટ, ચંદ્રિકા સોની, જીગ્નેશ મોદી, વિજય દેસાઈ, માનીતા મલીક જેવા કલાકારોએ ખરેખર અદભુત પ્રદર્શનથી ફિલ્મને આખરી ઓપ આપ્યો છે. પરંતુ અત્યારે ગુજરાતી અર્બન મુવીના કોન્સેપ્ટમાં એક નવા જ પ્રકારનું આ ફિલ્મ નિર્દેશિત ઇર્શાદ દલાલ જેમણે અન્ય ઘણી ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.

ફિલ્મમાં રમકડાની નાની ફેક્ટરીના માલિક અને ત્રણ પરણેલા અને એક અપરિણીત પુત્રીના સિદ્ધાંતવાદી પિતા જયંતિલાલ મેઘાણી માર્કેટમાં દેવાળું ફૂંકે છે અને ફુલેકું ફેરવનાર તરીકે બદનામ થાય છે. પોતાની પત્ની નર્મદા સાથે ઝેર પીને આપઘાત કરવાનું નક્કી કરે છે .અચાનક, ત્યાં ઘરનો વરસો જૂનો વફાદાર નોકર, મૂંગો પણ સાંભળી શકતો રમણીક આવી પહોચે છે અને એક જ ઝાટકે બંનેના હાથના ગ્લાસ નીચે પાડી દે છે.. ત્યારે જ એમના ઘરમાં ઇન્કમટેક્સની રેડ પડે છે અને પછી સર્જાય છે રહસ્ય અને ઈમોશનલ ડ્રામાના આટાપાટા.. ઇન્કમટેક્સ સિનિયર ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યા બંકિમ બારોટ જે એક એવા ઘરે રેડ પડે છે જે ઘરમાં ખાવા-પીવાના પૈસા નથી હોતા, અને એ પછી ઘણી બધી વસ્તુઓનો ખુલાશો થાય છે. આ મૂવીમાં પ્લેબેક સિંગર જાવેદ અલી દ્વારા કંપોઝ કરાયેલ ઈમોશનલ એક જ સોન્ગ છે.

કલાકાર અનંગ દેસાઈ જે જયંતિલાલનું પાત્ર ભજવી રહ્યા છે પોતાની અદાકારીથી સૌ કોઈ ને રીઝવવા આવી રહ્યા છે, અનંગ દેસાઈ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા છે. જેઓ 80 થી વધુ ટેલિવિઝન શોમાં કામ કરી ચુક્યા છે અને ટેલિવિઝન સિરીઝ ખીચડી અને તેના નામની ફિલ્મમાં બાબુજીના પાત્રના પાત્ર માટે જાણીતા છે. અનંગ દેસાઈની સાથે અમિત દાસ, જીગ્નેશ મોદી, મંજરી મિશ્રા, નર્મદા સોની, મનીતા મલ્લિક અને અન્ય જાણીતા સાથી કલાકારો “ફુલેકું” ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મની ખાસ વાત એ છે કે પીવીઆર સિનેમા પહેલીવાર એક ગુજરાતી મૂવીને પ્રમોટ કરી રહ્યું છે જે ઓલઓવર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થશે. શું એમના સગા સંતાનો ભેગા થઈને બચાવશે સગા બાપનું ઈજ્જત કે એ જ ફેરવી નાખશે એમનું ફુલેકું ?? તો હવે આવી રહ્યો છે એક ગજબ પારિવારિક કથા – “ફુલેકું”.

ગુજરાતી ફિલ્મ, “ફુલેકું” 09 જૂન 2023ના રોજ ઓલઓવર ગુજરાતમાં ૩૦થી વધુ શહેરો અને ૭૦થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. તો તમારા પરિવાર સાથે જાઓ અને તમારા નજીકના સિનેમા ઘરોમાં ચોક્કસ જુઓ અને તમારા રિવ્યુ અમારા સોશિયલ મીડિયા પર મોકલો.

Share This Article