ઇઝરાયેલની કંપનીએ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવા 8 બિલિયનના રોકાણની દરખાસ્ત મોકલી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જેરુસલેમ-નવીદિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેમિકન્ડક્ટરમાં દેશને વૈશ્વિક હબ બનાવવા માટે ખૂબ જ ગંભીર છે. તાઈવાનથી લઈને અમેરિકા અને યુરોપિયન દેશો ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્‌સ સ્થાપવા માટે ભારે રોકાણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં ઈઝરાયેલનું નામ પણ જાેડાઈ ગયું છે. ઇઝરાયેલની એક કંપનીએ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવા માટે ઇં૮ બિલિયનના રોકાણની દરખાસ્ત મોકલી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઇઝરાયેલની ચિપ નિર્માતા કંપની ટૉવર સેમિકન્ડક્ટરે ભારતમાં ૮ અબજ ડોલર એટલે કે ૬૬ હજાર કરોડ રૂપિયાનો ચિપમેકિંગ પ્લાન્ટ સ્થાપવા માટે સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટૉવર ભારતમાં ૬૫ નેનોમીટર અને ૪૦ નેનોમીટર ચિપ્સ બનાવવા માંગે છે, જેનો ઉપયોગ વેરેબલ ઇલેક્ટ્રોનિક્સ સહિત ઘણા ક્ષેત્રોમાં થઈ શકે છે. ઓક્ટોબર ૨૦૨૩માં, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટૉવર સેમિકન્ડક્ટરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) રસેલ સી એલવેન્જર સાથે ચિપ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારત સાથેની ભાગીદારી અંગે ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી. જાે ઇઝરાયલની ચિપ નિર્માતા કંપનીની દરખાસ્ત સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તો તે ભારતની ચિપ બનાવવાની યોજનાને મોટો વેગ આપશે.
૧૦ બિલિયન ડોલરની ચિપ ઉત્પાદન યોજના હેઠળ, ભારત સફળ અરજદારોને ૫૦ ટકા મૂડી ખર્ચ સબસિડી પ્રદાન કરે છે. અગાઉ, ઇઝરાયેલી ચિપ નિર્માતાએ આંતરરાષ્ટ્રીય કન્સોર્ટિયમ ISMC સાથે ભાગીદારીમાં કર્ણાટકમાં $3 બિલિયનનો ચિપમેકિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી કરી હતી. જાે કે, કંપનીના ઇન્ટેલ સાથે વિલીનીકરણ બાકી હોવાને કારણે યોજના સ્થગિત કરવામાં આવી હતી. શુક્રવારે, CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સે જણાવ્યું હતું કે તેણે ભારતમાં $222 મિલિયનની સેમિકન્ડક્ટર સુવિધા સ્થાપવા માટે જાપાનીઝ ચિપમેકર રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઇલેન્ડના સ્ટાર્સ માઇક્રોઇલેક્ટ્રોનિક્સના એકમ સાથે ભાગીદારી કરી છે. ભારતીય કંપની રેનેસાસ ઈલેક્ટ્રોનિક યુએસ અને થાઈ ઈલેક્ટ્રોનિક પાર્ટ્‌સ નિર્માતા સાથે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ (OSAT) સુવિધા સ્થાપવા માટે સંયુક્ત સાહસ બનાવશે. એક OSAT પ્લાન્ટ એસેમ્બલ કરવાની સાથે ફાઉન્ડ્રી-મેડ સિલિકોન વેફર્સની ટેસ્ટિંગ કરે છે અને તેમને તૈયાર સેમિકન્ડક્ટર ચિપ્સ અને પેકેજાેમાં ફેરવે છે. સંયુક્ત સાહસમાં, સીજી પાવર ૯૨.૩૪ ટકાનો બહુમતી હિસ્સો ધરાવે છે, જ્યારે રેનેસાસ અને સ્ટાર્સ અનુક્રમે ૬.૭૬ ટકા અને ૦.૯ ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં હજુ સુધી કોઈ ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નથી, પરંતુ તાઈવાનની ફોક્સકોન અને ભારતની વેદાંત દેશમાં ચિપ્સ બનાવવાની રેસમાં છે.

Share This Article